વંથલી ખાતે એકટીવા સાથે બુલેટ અથડાવી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ

વંથલીનાં પટેલ ચોક ખાતે રહેતાં પ્રિતેશભાઈ પ્રફુલભાઈ ત્રાંબડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી શિરાજભાઈ હારૂનભાઈ વાજા વિરૂધ્ધ એવા મતબલની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં પિતાએ આ કામનાં આરોપી ઉપર અગાઉ વંથલી પોલીસ સ્ટેશને ફરીયાદ કરેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી અને ગઈકાલે બપોરનાં બારેક વાગ્યાનાં અરસામાં ફરીયાદી પોતાની એકટીવા લઈ એક છકડો રીક્ષા ભાડેથી બોલાવી તેમાં કેરીનાં બોકસ ભરી વંથલી મેંગો માર્કેટ ખાતે જતા હતા તે વખતે વંથલી આંબેડકરનાં પુતળા પાસે પહોંચતા આ કામનાં આરોપીએ પોતાનું લાલ કલરનું બુલેટ લઈ આવી યુટર્ન લઈ ફરીયાદીની એકટીવા સાથે ભટકાવી ફરીયાદીને ગાળો દેવા લાગેલ અને ફરીયાદીએ કહેલ કે ગાળો કાઢોમાં જેથી આરોપીએ કહેલ કે ઉભો રહે હું પાઈપ લઈને આવું છું આજે તને જાનથી મારી નાખવો છે તેમ કહી ફરીયાદીને કહેલ કે તને મામલતદારમાં ખોટા કેસ કરવાનું કહેતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!