કેશોદમાં ધાર્મિક સ્થળો ખુલ્લી જતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ

0

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ ગાઈડ લાઈનમાં લાંબા સમયથી બંધ હાલતમાં રહેલાં ધાર્મિક સ્થળો વિવિધ સુચનાઓ સાથે ખુલ્લા રાખવા મંજુરી આપી છે ત્યારે કેશોદ શહેરમાં આજે સવારથી જ ભાવિકો ભક્તો પોતાનાં આરાધ્ય ઈષ્ટદેવનાં દર્શન કરવા પહોંચી ગયાં હતાં. કેશોદ શહેરમાં આવેલાં પ્રસિધ્ધ શિવાલયો શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, શ્રી કુંતનાથ મહાદેવ મંદિર, શ્રી રણછોડરાય મંદિર અને ઠાકોરજીની હવેલી ખાતે ભક્તો સવારે ઉઠીને નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ સીધાં દર્શનનો લાભ લેવા પહોંચી ગયા હતાં. કેશોદ શહેરમાં સંખ્યાબંધ વેપારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ભક્તોનો કાયમી ધોરણે મનોમન નક્કી કરેલ નિયમ છે કે સવારે દેવ દર્શન કરીને જ કામ ધંધા માટે નીકળવું આવાં ભાવિકો ભક્તો નિયમિત મંદિરનાં દ્વાર ઉપર જઈને મનોમન દર્શન કરી લેતાં હતાં ત્યારે આજરોજ નીજદર્શનનો લાભ મળતાં ભાવવિભોર બની ગયા હતાં. કેશોદ શહેરમાં કોવીડ-૧૯ની મહામારીમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનનું ચુસ્તપણે સ્વયંભૂ પાલન કરતાં ભક્તો નજરે પડયાં હતાં. ૭૦ દિવસનાં લાંબા સમય બાદ ઈશ્વર અને ભક્તોનું મિલન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ધાર્મિક સ્થળો ઉપર દર્શનનો લ્હાવો લઈને ભાવિકો ભક્તોમાં એક અલૌકિક શક્તિનો સંચાર થયો હોય એવું લાગતું હતું અને અમુક ભક્તો ઈશ્વર સાથે તલ્લીન થઈ જતાં આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા હતાં ત્યારે કહી શકાય કે ભારત દેશના નાગરિકો ધર્મના તાંતણે બંધાયેલા છે અને અનેકતામાં એક્તા છુપાયેલી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!