જૂનાગઢમાં ડો. આંબેડકરની પ્રતિમામાંથી ચશ્મા ચોરાયા, ફરિયાદ

0

જૂનાગઢ શહેરના કાળવાચોકમાં આવેલ ડો. આંબેડકરના પૂતળામાંથી કોઈ અજાણ્યા શખ્સો ચશ્મા કાઢી જતાં દલિતોના ટોળા એકઠા થયા હતા અને બાદમાં જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે નવા ચશ્મા પહેરાવાયા હતા. આ તકે જય ભીમ સેનાના પ્રમુખ રાજુભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ વાણવી, દિનેશભાઈ પાથર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નરેશભાઈ ઉર્ફે નિખીલભાઈ ચૌહાણે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ‘એ’ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!