તાજેતરમાં રાજય સરકારની ગાઈડલાઈન મુજબ આજ તા.૮મી જુનથી અમુક ધાર્મિક સ્થળો, મંદિરો, મસ્જીદો સહિતનાં વિવિધ સંપ્રદાયનાં લોકો માટેનાં ધર્મસ્થળો સરકારી નિયમ મુજબ અને અને સોશ્યલ ડિસ્ટન્સની પુરેપુરી જાળવણી સાથે અમુક સમયગાળા માટે ખોલવામાં આવ્યાં છે. પુજા-પાઠ આરતી તેમજ ભક્તજનોને ક્રમબધ્ધ દર્શનનો લ્હાવો મળવાનો શરૂ થયો છે અને નિયમ મુજબ જ ધાર્મિક કાર્યોની શરૂઆત આજથી કરવામાં આવતાં ભક્તો અને શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
કોરોના મહામારીનાં સંક્રમણને ખાળવા માટે રરમી માર્ચનાં જનતા કર્ફયુ અને ત્યારબાદ લોકડાઉનનાં સમયગાળાનાં અઢી માસ જેવા સમયથી ધાર્મિક સ્થળો, મસ્જીદો, મંદિરો અને ધર્મસ્થાનોમાં પાબંધી લગાવવામાં આવી હતી. નિત્ય થતાં પૂજા-પાઠ-આરતી સહિતનાં કાર્યક્રમો યથાવત રહ્યાં હતાં. પરંતુ ભક્તજનો અને શ્રધ્ધાળુઓ માટે દર્શન કાર્ય બંધ રહ્યું હતું. હવે જ્યારે લોકડાઉનનાં-૪ તબક્કા પુરા થયાં અને અનલોક-૧ ચાલી રહ્યું છે ત્યારે રાજય સરકારની સુચના અનુસાર આજ તા.૮મી જુનથી ધાર્મિક સ્થળોમાં ભક્તજનો માટે દર્શન ખુલ્લાં થયાં છે. જેને લઈને ભાવિકો અને શ્રધ્ધાળુઓ ઉત્સાહીત બન્યાં છે. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ ધાર્મિક સ્થળોમાં આજે સવારથી જ નિયમ મુજબ દર્શનનો લાભ મળ્યો હતો. તેમજ જૂનાગઢ નજીક આવેલાં સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળોએ પણ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભાવિકોને દર્શનનો લાભ મળ્યો હતો. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ ધાર્મિક સ્થળોનાં મહંતો અને પુજારીઓ દ્વારા ભાવિકો માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. દરેક મંદિરોમાં ભાવિકોમાં, ડીસ્ટન્ટ જાળવવા માટેની વ્યવસ્થા ઉભી કરવા અને મસ્જીદોમાં સોશ્યલ ડીસ્ટન્ટ જાળવણી અંગે ગાઈડલાઈન મુજબ દરેકે જાળવણી કરવી પડશે. તે અંગે તૈયારીઓ દરેક મંદિર, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા, હવેલી ખાતે ઉભી થઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews