ઉપલા દાતારની જગ્યાને સેનીટાઈઝ કરાઈ, ભાવિકો માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત

0

છેલ્લા અઢી માસથી કોરોના મહામારીથી ગુજરાત રાજ્યના ધર્મ સ્થાનો બંધ હતો અને હવે સરકારની ગાઈડલાઈન મુજબ જ્યારે ધર્મ સ્થાનો ખુલી રહ્યા છે ત્યારે ઉપલા દાતાર ખાતે તંત્ર દ્વારા જગ્યાને સેનીટાઈઝ કરવા માટે મહાનગર પાલિકા તંત્ર દ્વારા એક ટીમ ઉપલા દાતાર ખાતે ગઈ હતી અને આસી.કમિશ્નર પ્રફુલભાઈ કનેરિયાની દેખરેખ હેઠળ જગ્યાના તમામ વિભાગોને સેનીટાઈઝ કરાયા હતા. જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા પણ દાતારના દર્શને ઉપસ્થીત રહેતા ભાવિકો માટે પણ સરકાર દ્વારા બનાવાયેલા નિયમો સાથે દરેક યાત્રિકોને ફરજીયાત માસ્ક પહેરવા સાથે દરેક યાત્રિકોનું થર્મલ ગનથી સ્કેનિંગ કરી, હાથને સેનીટાઈઝ કરી, સોશ્યલ ડીસ્ટન્ટ જાળવી લાઈન બંધ એક-એક વ્યક્તિને દાતાર બાપુની ગુફામાં દર્શન કરવા જવા દેવામાં આવશે. લોબાન આરતી વખતે કોઈ પણ યાત્રિકને પરિસર માં પ્રવેશ મળશે નહીં તેમ જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!