ઘણા લાંબા સમયથી પ્રવર્તતા કોરોનાં મહામારી રોગચાળા દરમ્યાન કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા દરેક ધાર્મિક મંદિરો તથા સંસ્થાઓ વગેરેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને તમામ ધાર્મિક સ્થળો બંધ રહયા હતાં. આ દરમ્યાન હાલમાં જ સરકાર દ્વારા દરેક ધાર્મિક સ્થળોને અનલોકડાઉન-૧ દરમ્યાન તા. ૮-૬-ર૦થી મંદિરો ખોલવાની છુટછાટ આપવામાં આવેલ છે. અને સાથે સાથે રાજય સરકાર દ્વારા જે નિતી-નિયમો બનાવેલ છે તેનું પાલન કરવાનું જણાવેલ છે. આજે ઘણા મંદિરોનાં દ્વાર ભકતજનો માટે ખુલ્લા થયા છે. આ દરમ્યાન જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં બિરાજમાન ભવનાથ મહાદેવ મંદિર આગામી તા. રર-૬-ર૦નાં રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે જે અંગેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. ગિરનાર પીઠાધીશ્વર શ્રી જયશ્રીકાનંદગીરીજી મહારાજ દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે હાલમાં જે રીતે કોરોના મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ છે અને સમગ્ર રાજય તથા દેશમાં હજારોની સંખ્યામાં માણસો આ મહામારીથી સંક્રમીત થઈ રહયા છે ત્યારે ભવનાથ વિસ્તારમાં જ સરકાર દ્વારા કોરોન્ટાઈલ સેન્ટર બનાવવામાં આવેલા છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિર તા. ૮-૬-ર૦નાં રોજ દર્શનાર્થીઓ માટે નહી ખોલતા સાવચેતીનાં ભાગરૂપે તથા પ્રસાશનને સહકાર આપવાનાં હેતુથી તેને ૧પ દિવસ મોડુ એટલે કે
તા. રર-૬-ર૦ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. મંદિરનાં હાલનાં મહંત શ્રી હરીગીરીજી મહારાજનો જે આદેશ આવશે તેને ધ્યાનમાં રાખી મંદિર ખોલવા અંગેનો નિર્ણય ફેરફારને પાત્ર રહેશે. ઉપરોકત સમય દરમ્યાન મંદિરની આરતી, પૂજા, નૈવેદ જે પ્રકારે થઈ રહયા છે તે ચાલુ રહેશે. અને વિશ્વનાં કલ્યાણ માટે અને મહામારીથી રક્ષણ માટે હરી, ભાવિકો, શ્રધ્ધાળુ વતી સતત પ્રાર્થના ચાલુ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews