વેરાવળ રેલ્વે સ્ટેશનમાં ટીકીટ રીઝર્વેશનની ઓફીસમાં વિજીલન્સ ઓફિસર હોવાની ઓળખ આપી એક શખ્સ ઘુસી જઇ રોફ જમાવી રેલ્વે કર્મચારીનો મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતા રેલ્વે પોલીસ તપાસ હાથ ધરી રફુચકકર થયેલ વિજીલન્સ ઓફિસરને પકડી પાડતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં પકડાયેલ શખ્સ રેલ્વેનો સસ્પેન્ડેડ અધિકારી હોય જે બોગસ વીજીલન્સ ઓફિસર બની રોફ જમાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેરાવળ રેલ્વે સ્ટેશન ઉપર શનિવારે અજીબ ઘટના બની હતી. જે અંગે રેલ્વે પોલીસના એએસઆઇ પ્રવીણભાઈ ચૌહાણે માહિતી આપતા જણાવેલ કે, શનિવારે વેરાવળ રેલ્વે સ્ટેશનમાં ટીકીટ રીઝર્વેશનની ઓફીસમાં અચાનક એક શખ્સ આવી ચડી વિજીલન્સ ઓફિસર તરીકેની ઓળખ આપી ત્યાં ફરજ ઉપર હાજર સ્ટાફ રાજેશ ભાસ્કરનને ટીકીટ રીઝર્વેશનની કેશ અંગે પુછપરછ કરી રોફ જમાવી રહેલ હતો. થોડીવાર પછી એ શખ્સે પાણી લઇ આવવાનું કહેતા રાજેશભાઇ ભાસ્કર લેવા ગયેલ તે સમયે ટેબલ ઉપર પડેલ મોબાઇલ લઇ લીધો હતો અને પાણી પી એ શખ્સ વાતચીત કરી કારમાં નિકળી ગયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews