જૂનાગઢ જીલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળો યોજાશે

સમગ્ર વિશ્વ સહિત ભારત કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અને સામાજિક અંતર જળવાઈ રહે એ માટે ભીડ-ભાડ તેમજ લોકો એકઠા ન થાય એ જરૂરી છે. જે અન્વયે હવે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો લીંક ઉપર ભરવાની રહેશે. તથા આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતી મેળાની તારીખ આપવામાં આવેલ છે. નોકરીદાતા દ્વારા ડિજિટલ માધ્યમ/ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે.જેની નોંધ ઉમેદવારોએ લેવી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!