જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી.સીડાએ એક અખબાર જાગ નિવેદનમાં જણાવેલ છે કે કોઈપણ પક્ષનાં ધારાસભ્યો કે સંસદ સભ્યો પોતાનાં સ્વાર્થ ખાતર પોતાની જાતને વહેંચી અને પક્ષ પલ્ટો કરે તેનાં વિરૂધ્ધ પક્ષાંતર ધારા હેઠળ કડક કાયદો પસાર કરવાની માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સીડાએ જણાવેલ છે કે ર૦૧૭થી રાજય અને દેશમાં લોકશાહીને શરમાવે તેવી કલંકરૂપી ઘટના બની રહી છે. જનતાનાં મતોથી ચુંટાયેલાં ધારાસભ્યો પોતાનાં અંગત સ્વાર્થ ખાતર રાજીનામાં આપે છે જે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ઘટનાનો અહેસાસ થઈ રહ્યો છે અને દેશની લોકશાહી ખતરામાં પડી ગઈ હોય તેમ જણાવી આવી પક્ષ પ્રવૃત્તિ કરનારાઓ પક્ષપલ્ટુ ધારાસભ્યો, સંસદસભ્યો, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સામે કાનુની કાર્યવાહી કરવી જાઈએ. એટલું જ નહીં ફરીવાર થતી ચુંટણીનો ખર્ચ પણ આવા પક્ષપલ્ટુઓ પાસેથી વસુલવો જાઈએ તેવી માંગણી વી.ટી.સીડાએ કરી હોવાનું જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં સહકાર્યાલય મંત્રી પ્રતાપ એમ. ભરાડની યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews