ગીરગઢા પંથકમાં ભારે વરસાદથી બાજરી સહીતના પાકને નુકશાન

0

ગીરગઢડા પંથકમાં ગઈકાલે અનરાધાર છ ઇંચ વરસાદ થતા ધરતીપુત્રોને ભારે નુક્સાન થયું હતું. થોડા સમય પહેલા તીડથી પછી વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂંકાતા નુકસાન થયું અને હવે ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઉભેલા પાકો તરબોળ થઈ ગયા હતા. તૈયાર પાક બાજરી ભારે વરસાદ થવાથી ઢળી પડયો હતો તો ઢોર માટે રાખેલ ધાસચારો પણ પલળી ગયો તો અમુક ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા તો બીજી તરફ અતિ ભારે વરસાદ વરસતા ખેડૂતોની જમીનનું અને રસ્તાઓનું ધોવાણ થયું હતું. ચાર દિવસથી વિજળી ગુલ થવાથી માલઢોર માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આ સંકટ વચ્ચે પણ ધરતી પુત્રોએ કપાસ મગફળીની વાવણી માટે તૈયારીઓ શરૂ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!