માંગરોળમાં ડમ્પીંગ મુદે ગ્રામજનો હાઈકોર્ટમાં જશે જૂનાગઢ જીલ્લા કલેકટરને આવેદન અપાયું

0

માંગરોળનો ઘનકચરો મકતુપુર ગામની સીમમાં ઠાલવવાના પ્રશ્ને ન્યાયિક લડતના ભાગરૂપે ગ્રામજનોએ હાઈકોર્ટમાં જવા તૈયારી આરંભી છે. સાથે જ કલેક્ટરને આવેદન પાઠવી અહીં કચરો ડમ્પિંગ થાય તો ગામડાની જમીન અને માલઢોર પાયમાલ થશે તેવી ભીતિ દર્શાવી કાર્યવાહી અટકાવવા માંગ કરી છે. મામલતદાર મારફત કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મકતુપુરના આત્રી વિસ્તારમાં ન.પા. દ્વારા શહેરનો કચરો ઠાલવવામાં આવે તો તેમાં રહેલા હોસ્પિટલના કેમિકલયુક્ત જૈવિક કચરાથી ખેતીની જમીન અને લોકોનું આરોગ્ય જોખમાશે. આ ઉપરાંત વરસાદની મૌસમમાં અહીં પાણી ભરાતા અને તે તળમાં ઉતરતા કુવાના પાણી પ્રદુષિત થાય તેમ છે. આ ગંદુ પાણી માલઢોર અને માણસોના આરોગ્યને માટે નુકશાનકારક સાબિત થશે. ઘનકચરામાં મટન, મચ્છી, મરઘાનો લાદો, મરેલા ઢોર, કુતરા પણ હોવાથી રાની પશુઓની રંજાડ વધશે. વળી, આ વિસ્તારમાંથી જાણીતા અમરેશ્વર મંદિર, ગાત્રાળ મંદિર તેમજ ગેબનશાપીર તરફ જવાનો રસ્તો પસાર થતો હોય, ગંદકી ફેલાવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. માંગરોળ ન.પા.એ શહેરના ઘનકચરાના નિકાલ માટે અગાઉ અનેક જગ્યાએ સખત વિરોધનો સામનો કરવો પડ્‌યો છે. ત્યારે પાલિકા કે શહેરની હદમાં તેનો નિકાલ કરવાને બદલે જવાબદારીમાંથી છટકી જઈ આ કચરો અમારા ગામમાં નાંખવા માંગે છે તેમ જણાવી આ કામગીરી બંધ કરવા લાગતા વળગતાઓને આદેશ આપવા માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!