જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારના ગુનામાં ફરિયાદી બિપીનભાઈ રામજીભાઈ ઉમરેટીયા (રહે.થોરડી તા.ઉના જી.ગીર સોમનાથ)એ આપેલ ફરિયાદ મુજબ તેઓના પડોશી ભીખાભાઈ ઉકાભાઈ સાથે ત્રણ વિઘા જમીનની અદલા બદલી કરવવાના સુધારાના કામે તત્કાલિન તલાટીકમ મંત્રી અને આ કામના આરોપી યુનુસભાઈ બચુભાઈ સવટએ ફરિયાદી પાસે રૂ.૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી જે રકઝકના અંતે રૂ.૨,૦૦૦ નક્કી થયેલા. તે સંદર્ભે લાંચનું છટકું સફળ રહેતા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.આ કેસ ગુનાના કામની ટ્રાયલ સ્પે કોર્ટ (એસીબી) અને ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ ઉનાનાં સંંજયકુમાર લવજીભાઈ ઠક્કરની કોર્ટમાં ચાલી આરોપી યુનુસભાઈ સવટ (તલાટી કમ મંત્રી )ને તકસીરવાન ઠેરવી લાંચ રૂશ્વત નિવારણ અધિનીયમ અન્વયે ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં વધુમાં કોર્ટે સદર ગુનાના કામે સરકારી પંચ સાહેદ રણજીતભાઈ દેવશીભાઈ, રફિકભાઈ ઉમાભાઈ નોતીયાર (બંને રહે.જુનાગઢ) ને સીઆરપીસી કલમ ૩૪૪ અન્વયે ખોટો પુરાવો આપવા તેઓ વિરૂધ્ધ ઈન્સાફી કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે કોર્ટે નોટિસ ઈશ્યુ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews