જૂનાગઢ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેનું ચાલુ કામ તત્કાલ પુરૂં કરવા મેયરની માંગણી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતાં જણાવેલ છે કે જૂનાગઢ શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે આ રસ્તો બિસ્માર તથા અંદાજે રૂ.૧૦ કરોડનાં ખર્ચે રિપેરીંગ કામ ચાલુ છે જે પૂર્ણતાનાં આરે છે. છેલ્લાં આઠ દિવસથી કોઈ કારણવગર બાયપાસના રસ્તાનું કામકાજ બંધ છે અને ચોમાસાનાં દિવસો હોય ૧પ દિવસનું જ કામ બાકી છે તો ગાંધીનગર મુકામે નેશનલ હાઈવેનાં રિજયોનલ ઓફિસર આશુતોષ ગૌતમને તાત્કાલિક આ કામ ચાલુ કરી અને બાયપાસનું કામ પુરૂં કરાવવાની સુચના આપવા એક પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!