ધોરણ-૧૦નું જૂનાગઢનું પરિણામ પ૩.૭પ ટકા

0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.૧૦ની પરિક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયું છે ત્યારે જૂનાગઢ સહિત રાજયનાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે બોર્ડનું કુલ પરિણામ ૬૦.૬૪ ટકા આવેલ છે.
જયારે જૂનાગઢનું પ૩.૭પ ટકા પરિણામ આવેલ છે અને જે વિદ્યાર્થીઓએ ઉંચી ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી છે તેમને ઠેર-ઠેરથી અભિનંદન અને શુભકામનાં પાઠવવામાં આવી છે. આજે ધો.૧૦નું પરિણામ વેબસાઈટ ઉપરથી ઓનલાઈન મુકવામાં આવ્યું હતું અને આ રીઝલ્ટ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેઓ ઉંચી ટકાવારી સાથે પાસ થયા છે તેમજ તેમના વાલીઓમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું. જૂનાગઢ શહેરની વિવિધ શાળાઓમાં પોતાનાં વિદ્યાર્થીઓનાં શાળા ક્રમાંક અને ઝળહળતી સફળતા જાઈ શાળાનાં સંચાલકોએ પણ જે-તે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતાં. દરમ્યાન ધો.૧૦ની પરિક્ષામાં નોંધાયેલાં રર૮૦પ વિદ્યાર્થીઓમાંથી રર૬૯૪ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જૂનાગઢમાંથી એ-વન ગ્રેડ મેળવનાર પ૪ વિદ્યાર્થીઓ,
એ-ટુ ગ્રેડ મેળવનાર ૭૩૪ વિદ્યાર્થીઓ, બી-વન ગ્રેડ મેળવનાર ૧૮૦૮ વિદ્યાર્થીઓ, બી-ટુ ગ્રેડ મેળવનાર ૩૧૭૩ વિદ્યાર્થીઓ, સી-વન ગ્રેડ મેળવનાર ૪૧૬૭ વિદ્યાર્થીઓ, સી-ટુ ગ્રેડ મેળવનાર ર૦૯ર વિદ્યાર્થીઓ, ડી ગ્રેડ મેળવનાર ૧૬૮ વિદ્યાર્થીઓ, ઈ-વન ગ્રેડ મેળવનાર ૩૮૮પ વિદ્યાર્થીઓ, ઈ-ટુ ગ્રેડ મેળવનાર ૬૬૧૩ વિદ્યાર્થીઓ રહ્યાં હતાં. જૂનાગઢનું ધો.૧૦નું પરિણામ પ૩.૭પ ટકા આવેલ છે. જે ગત પાંચ વર્ષની સરખામણીમાં ખુબ જ નબળું અને ઓછું પરીણામ આવ્યું છે.

છેલ્લા પાંચ વર્ષનાં પરીણામનાં આંકડા
ર૦૧પ ગુજરાતનું ૬૧.૬૦ ટકા જૂનાગઢનું ૭૪.૬૧ ટકા
ર૦૧૬ ગુજરાતનું ૬૭.૦૬ ટકા જૂનાગઢનું ૬૭.૨૫ ટકા
ર૦૧૭ ગુજરાતનું ૬૮.૨૪ ટકા જૂનાગઢનું ૭૫.૬૮ ટકા
ર૦૧૮ ગુજરાતનું ૬૭.૫૦ ટકા જૂનાગઢનું ૭૮.૩૩ ટકા
ર૦૧૯ ગુજરાતનું ૬૬.૯૭ ટકા જૂનાગઢનું ૭૦.૮૧ ટકા
ર૦૨૦ ગુજરાતનું ૬૦.૬૪ ટકા જૂનાગઢનું ૫૩.૭૫ ટકા

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!