ભાણવડ પંથકમાં ધસમસતા પાણીનાં વહેણમાં બે મોટરકાર તણાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સોમવારે વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના વાવડ છે. ભાણવડના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ થી ચાર ઈંચ સુધીનો વરસાદ પડ્‌યો હોવાનું પણ જાણવા મળેલ છે. આ સાથે ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામે ચારેક ઈંચ જેટલા વ્યાપક વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નોંધપાત્ર વરસાદના લીધે નદીના પાણીનું વહેણ વધુ તીવ્ર બનતા આ પાણીમાં એક સ્થળે પાર્ક કરાયેલી કાળા કલરની મોટરકાર તણાઈ હોવાનું જાણવા મળેલ છે. આટલું જ નહીં ભાણવડ તાલુકાના ગુંદા ગામે પણ વ્યાપક વરસાદ વરસતાં પાણી ભરાયુ હોવાથી ગુંદા ગામ નજીકની પાણી નહેરમાં એક સફેદ કલરની અલ્ટો મોટરકાર ડુબવા લાગી હતી. જોકે આ બન્ને મોટરકાર તણાવાના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!