સુપ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર એવા દ્વારકાધીશના દર્શન છેલ્લા અઢી માસના લોકડાઉનના કારણે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા જે ગઈકાલથી પૂર્વવત્ શરૂ કરાયા છે. જેનો લાભ પ્રથમ દિવસે સ્થાનિક તથા બહારગામના ભક્તોએ લીધો હતો.
દેવભૂમિ દ્વારકાના જગત મંદિરના દર્શન ગઈકાલથી વિવિધ પ્રકારના નિયમોને આધીન ભક્તજનો માટે ખોલવામાં આવ્યા છે. પ્રથમ દિવસે સ્થાનિક દ્વારકાના રહીશો ઉપરાંત જામનગર, રાજકોટ, પોરબંદર, તથા અમદાવાદ જેવા અન્ય સ્થળોએથી આવેલા ભક્તોએ ઉપસ્થિત રહી અને ભગવાન દ્વારકાધીશજીની ઝાંખી કરી હતી. જાણવા મળતી વિગત મુજબ આશરે ૫૦૦ થી ૭૦૦ જેટલા દર્શનાર્થીઓએ પ્રથમ દિવસે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે વહેલી સવારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી, મંદિર પરિસરમાં ચોક્કસ અંતરે સર્કલ બનાવ્યા હતા જેમાં ભક્તોએ લાઇનસર ઊભા રહી દર્શન માટેની વ્યવસ્થા કરાવી હતી. એટલું જ નહીં મંદિર નજીક રહેલી લાકડાની બેરીકેટને હટાવી કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે દોરીઓ બંધાવી દેવામાં આવી હતી. સવારે પોણા સાત વાગ્યે મંગળા આરતીના દર્શન ખુલે તે પૂર્વે પોલીસ દ્વારા દર્શનાર્થી શ્રદ્ધાળુઓની વ્યવસ્થિત લાઈન કરાવી, સમયસર દર્શન થાય તે માટેનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. દિવસ દરમ્યાન ચાર વખત દ્વારકાધીશજીની આરતી સમયે ભક્તો માટે પ્રવેશ નિષેધ રાખવામાં આવ્યો હતો. તે સિવાય સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તથા ખાસ રાખવામાં આવેલા સેનીટાઈઝર મશીનો વિગેરે સાથે ભક્તોએ પ્રથમ દિવસે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિર પરિસરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ ખાસ ઉપસ્થિત રહી જરૂરી કામગીરી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews