સોમનાથ મંદિરના દ્વાર ખુલતા પ્રથમ દિવસે ૩ હજાર ભાવિકોએ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી

0

ગઈકાલથી દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા. ગઈકાલે સવારે ભાવિકો સાથે મેઘરાજા પણ મહાદેવને જળાભિષેક કરવા આવ્યા હોય તેમ સવારે મંદિર ઉપર હેત વરસાવ્યું હતું. અઢી માસના સમયગાળા બાદ સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા બાદ ગઈકાલે એક જ દિવસમાં ૩,૦૨૫ જેટલા ભાવિકોએ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરેલ તેમજ ૩ ભાવિકોએ મહાદેવને ધ્વજા ચડાવી હોવાનું જાણવા મળેલ છે. કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માર્ચ માસથી ભાવિકો માટે બંધ કરાયેલ જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ગઈકાલે ૮૦ દિવસ બાદ ભોળાનાથની આરાધના કરવાના ઉત્તમ દિવસ એવા સોમવારે ખુલતા જ ભાવિકો કતારબંધ લાઇનમાં મંદિર બહાર ઉભા હતા. મંદિર-પરીસરમાં ભાવિકો પાસે કોવિડ-૧૯ની સરકારની ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરાવ્યા બાદ જ પ્રવેશ અપાતો હતો. જેમાં દર્શનાર્થી ભાવિકોઓ પ્રથમ સેનીટાઈઝર ટનલમાંથી પસાર થયા બાદ સ્ટાફ દ્વારા થર્મલ સ્ક્રીનિંગ કરાયું હતું અને પછી મંદિર પરીસરમાં સોશ્યલ ડીસ્ટન્સ માટે ચિતરાયેલા કુંડાળા મુજબ મંદિરમાં પ્રવેશી સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા મેળવતા હતા. ગઈકાલે સવારે ૭ઃ૩૦ વાગ્યે ભાવિકો માટે મંદિરના દ્વાર ખુલ્યા તે સમયે જાણે વરૂણદેવ સ્વયં મહાદેવનો જળાભિષેક કરતા હોય તેમ આકાશમાં ઘટાટોપ વાદળો સાથે મુકામ કરી રીમઝીમ ધીમી ઘારે વરસાદરૂપી હેત વરસાવવાનું શરૂ કર્યુ હતું. સોમનાથ મંદિર ઉપર વરૂણદેવતાના અમીછાંટણાનાં અહલાદાયક દ્રશ્યો નિહાળી શિવભકતો ભાવવિભોર બની ગયા હતાં. ગઈકાલે સવારે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલે તે પૂર્વે મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ મહાદેવની વિશેષ મહાપૂજા કરી સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને અને કોરોનાગ્રસ્ત દર્દીઓ વહેલી તકે સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તો સોમનાથ મહાદેવમાં અનેરી આસ્થા ધરાવતા સૌરાષ્ટ્રના ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ પણ ગઈકાલે સવારે સોમનાથ આવી પહોચ્યાં હતાં. સામાન્ય ભાવિકની માફક લાઇનમાં ઉભી તમામ નિયમોનું પાલન કરી મહાદેવના દર્શન સાથે પ્રાર્થના કરી હતી. આ તકે સરકારે જાહેર કરેલા કોવીડના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!