જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ જયશ્રી રોડ ઉપર ભુવા પડયા મુખ્ય માર્ગોનું મરામત કામ હાથ ધરવા માંગણી

જૂનાગઢમાં ગઈકાલે સામાન્ય વરસાદ વરસતાં જ જયશ્રી રોડ ઉપર ગટરનું કામ ચાલુ હોય અહીંયા ભુવા પડતાં રાહદારીઓ ઉપર અકસ્માતનું જાખમ તોળાઈ રહેલ છે. કોઈ દુર્ઘટના બને તે પહેલાં આ બિસ્માર રોડનું મરામત કામ તત્કાલ ચાલુ થાય તેવી માંગણી ઉઠી છે. જૂનાગઢ શહેરમાં દાતાર રોડ, જયશ્રી રોડ અને જવાહર રોડ ઉપર પાંચેક માસથી ગટરની લાઈન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ કામ પૂર્ણ થયા બાદ બિસ્માર બનેલા રોડની હાલત જેમની તેમ જ છે અને મરામત કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી ત્યારે ભુવાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં એમ.જી. રોડ, જયશ્રી રોડ સહિતના રોડનું રિપેરીંગ કામ હાથ ધરાય તેવી જૂનાગઢના શહેરીજનોમાંથી માંગ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!