જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વાવણી લાયક વરસાદ : ખેડુતોએ તૈયારી શરૂ કરી

0

તા.ર-૬-ર૦ મંગળવારનાં રોજ ભીમ અગિયારસનાં સપરમા દિવસે આ વર્ષે મેઘરાજાનું આગમન થયું હતું. એક તકે ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે અનેક વિસ્તારોમાં હળવાથી ભારે અને મધ્યમ વરસાદ પડ્યો હતો. શનિવારનાં દિવસે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જયારે ગઈકાલે રવિવારે પણ વરસાદી ઝાપટા પડ્યાનાં અને કયાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ પડ્યો હતો. જયારે ગઈકાલે સોમવારે જૂનાગઢ શહેરમાં બપોરનાં ૪ વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદનાં ઝાપટા પડ્યાં હતાં. રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતાં. જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં પણ વરસાદ પડ્યાનાં અહેવાલ છે. જયારે સૌરાષ્ટ્રભરનાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદનાં પગલે જનજીવન પ્રફુલ્લીત બની ગયું છે. તો બીજી તરફ ખેડુતોમાં પણ હર્ષોલ્લાસ જાવા મળે છે અને વાવણી માટેની તૈયારી ખેડુતોએ કરી નાંખી છે.  કોરોના વાયરસનાં સંક્રમણને ખાળવા માટે જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનાં ૪ તબક્કા અસહ્ય ઉકળાટ, ગરમી, બફારા અને સ્ટે એટ હોમનાં કાર્યક્રમને કારણે લોકોમાં એક તરફ ઉદાસી ગમગીની, ધંધા-રોજગાર બંધ અને કામધંધા વિનાનાં લોકોને કરી નાંખ્યા હતાં. પરંતુ ચોથા લોકડાઉનનાં તબક્કામાં મહત્વની છુટછાટો મળતાં જનજીવન થાળે પડવા લાગ્યું હતું અને અનલોક-૧નાં પ્રારંભ સાથે જ અનેક પ્રકારની છુટછાટ મળી હતી અને જનજીવન વધુ સુદૃઢ બન્યું હતું. ત્યારબાદ એસટી સહિતનો વહેવાર પુર્નઃ શરૂ થયો છે. તેમજ ગઈકાલે તા.૮મી જુનનાં રોજ ધાર્મિક સ્થળોને છુટ મળતાં તેમજ રેસ્ટોરન્ટ, મોલ વગેરેને પણ છુટછાટ મળી છે અને સરકારની માર્ગદર્શિકા મુજબ નિયમ અનુસાર ધર્મસ્થાનો ભક્તજનો માટે ખુલ્લાં થયાં છે. અમુક ધર્મસ્થાનોને બાદ કરતાં જૂનાગઢમાં અને ગુજરાતભરમાં અનેક ધર્મસ્થાનોમાં પ્રથમ દિવસે જ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ગઈકાલથી મળેલી છુટછાટ બાદ જાણે ઈશ્વર પણ પોતાની લીલાનો અપરંપાર પરિચય આપતાં હોય તેમ મેઘરાજાની સવારી ફરી એકવાર જૂનાગઢ અને સોરઠ પંથકને ભીંજવી ગઈ છે ત્યારે જગતનો તાત પણ હરખાઈ ઉઠ્યો છે અને જૂનાગઢ જીલ્લાનાં અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદને પગલે ખેડુતો વાવણીની કામગીરી તરફ દોરવાયા છે. જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં ગઈકાલે બપોરબાદથી આજે સવારે પુરા થતાં ર૪ કલાકમાં પડેલાં વરસાદનાં અહેવાલો અત્રે પ્રસ્તૃત કરાયાં છે જૂનાગઢ, સોરઠ અને સૌરાષ્ટ્રમાં ખેતીની મોસમ શરૂ થવામાં છે ત્યારે મોસમ આવી મહેનતની અને મેરે દેશ કી ધરતી, સોના ઉગલે-ઉગલે હીરે-મોતી જેવો માહોલ સર્જાયો છે. ખેડુતો વાવણીનાં કાર્યમાં જાડાયાં છે. પ્રિ-મોન્સુન એક્ટવીટીનાં કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જેનાં કારણે તાપમાનમાં ર થી ૩ ડિગ્રીનો ઘટાડો થયો છે અને આગામી ર થી ૩ દિવસ વરસાદી માહોલ રહેશે. ગઈકાલે રાજયનાં વિવિધ તાલુકામાં પડેલાં વરસાદમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર પંથકમાં પડ્યો હતો. દરમ્યાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તા.૧પમી જુન બાદ વિધિવત ચોમાસું બેસી જશે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં પડેલાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને રસ્તા ઉપર પણ પાણી વહ્યાં હતાં. તેમજ વોકળામાં નદીમાં પણ પાણી સાથે નવા નીર આવ્યાં
હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!