ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં હીરેન પી.સંડેરાએ પોલીસમાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવનાર ભીખાભાઈ ઉર્ફે ભીખા બાંડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ ચોરવાડ હોલીડે કેમ્પથી ડેડેશ્વર મંદિર તરફ જતા રોડનાં કાંઠે પાસપરમીટ વગર પર૧.૦૪ મે.ટન બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનિજનું બિન અધિકૃત ખોદકામ કરી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવી પ્રતિ મે.ટનનાં રૂ.૩પ૦ લેખે રૂ.૧,૮ર,૩૬૪ તેમજ પર્યાવરણીય વળતર પેટે પ્રતિ મે.ટન રૂ.૯૧ લેખે રૂ.૪૭૪૧પ તેમજ શિડ્યુલ-૩ મુજબ ચકરડી મશીન, એક જનરેટર મશીન રૂ.રપ૦૦૦ લેખે રૂ.૧ લાખ મળીને કુલ રૂ.૩,ર૯,૭૭૯ પાત્ર થતા હોય જેની આ કામનાં આરોપીઓએ ગેરકાયદેસર ખનીજ ખનન કરી ગુનો કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews