ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા કોવિડ ૧૯ પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શિર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૪૨૩૬ રજિસ્ટ્રેશન થયા હતા. ભાગ લેનાર ડેલિગેટસ ઝુમ, યુટયુબ, ફેસબુક જેવા માધ્યમથી ઓનલાઈન જોડાયા હતા.
અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે અચાનક પડકાર સાથે પરિવર્તન આવ્યું છે. જેમાં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર સફળ થશે જ. આફતને અવસરમાં કેવી રીતે પલટાવી શકાય એ સૂત્ર મુજબ ગુજરાત અગ્રેસર રહ્યું છે. પ્રાથમિક તથા ઉચ્ચ શિક્ષણમાં ફેરફારની સાથે શિક્ષકો વ્યવહારૂ બનીને વિદ્યાર્થી તથા સમાજને શ્રેષ્ઠ વસ્તુ આપવી પડશે. તેમણે સમાજલક્ષી, શિક્ષણલક્ષી, વિદ્યાર્થીલક્ષી ૧૪ જેટલા વેબિનાર યોજવા બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા.આ તમામ વેબિનારમાં ૧,૩૫,૦૦૦ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, સંશોધકો જોડાયા હતા. રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું કે,કોરોના મહામારીના સમય દરમિયાન ઓનલાઇન શિક્ષણનો હકારાત્મક ઉપયોગ કરીને તથા સમજવામાં સરળ અને ક્વોલિટીયુકત ઓડિયો વીડિયો કન્ટેઈન્ટસથી એડવાન્ટેજ લઈ શકાય છે. જ્યારે અન્ય એક્સપોર્ટ સ્પીકર તરીકે શ્રીમતી પરીન સોમાણીએ ઉચ્ચ શિક્ષણની ભવિષ્યની સ્થિતિ, ઓનલાઇન શિક્ષણના વિવિધ પ્લેટફોર્મ્સ, નવી ટેકનોલોજી, ઈક્વાલિટી અને કવાલીટી ઈન હાયર એજયુકેશન વગેરે વિશે વિસ્તૃત સમજ આપી હતી. ગુજરાત યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. જગદીશ જોશીએ માનવ સંસાધન વિકાસ, ઈ કન્ટેન્ટ, ઈબુકસ રિસર્ચ, કેસ સ્ટડીઝ, ગૂગલ ક્લાસરૂમ વગેરે વિશે માહિતી આપી હતી. સમગ્ર વેબિનારનું સંચાલન તથા આભારવિધિ ડો.ઓમ જોશી દ્વારા કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews