ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસુતિની સેવા ૨૪ કલાક કાર્યરત છે. હાલ લોક ડાઉન દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સગર્ભા મહિલાઓની સારવાર અને સ્વસ્થ બાળકના જન્મ માટે આરોગ્ય વિભાગ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી જેમાં ૨૦ માર્ચથી ૩૧ મે સુધી ૧૯૬ નોર્મલ ડીલીવરી, ૭૧ સીઝીરીયેન ઓપરેશન મળી કુલ ૨૭૭ સફળ પ્રસુતિઓ કરાવામાં આવી હતી. આ સેવા માટે ડો. વિવેક વિઠલાણી, ડો.અનીક્ષ હિંગોચા, ડો.અજય વાભીયા સક્રિય રહ્યા હતા. આ ઉપરાંત સ્ટાફ નર્સ તરીકે લતાબેન ભટી, અનસુયા તડવી, ભાવનાબેન રાઠવા, આરતી ગામેતી વગેરેનો સહયોગ રહયો હતો. આશાબહેન તરીકે મીતાબેન કણઝારીયા, રમાબેન નાધેર પણ કાર્યશીલ રહયા હતા. અહીંની જનરલ હોસ્પિટલમાં બ્લડબેંક પણ આવેલી છે. જેમાં ડો.કનારાના માર્ગદર્શન હેઠળ પ્રસુતાને જરૂરિયાત મુજબ લોહીના બાટલા ચડાવવામાં આવ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews