ચોરવાડ ખાતે એક હજારથી વધુ લોકોને રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ

કોરોના સંક્રમણને રોકવા સાથે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉકાળા વિશેષ ઉપયોગી છે. તાજેતરમાં ચોરવાડ ખાતે કેમ્પ યોજી એક હજારથી વધુ લોકોને રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સરકારી આયુર્વેદિક દવાખાનુ વિસણવેલ દ્વારા બદલાતી મોસમ અને મહામારીના આ સમયે લોકોને સ્વસ્થ રાખવા આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો ખેરાણી, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા, ચોરવાડના વિવેકાનંદ રાજ્ય યુવક બોર્ડના સંયોજક અને ટીમ ઉકાળા વિતરણમાં સહયોગી થયા હતા. આ ઉકાળો ગળો,તુલસી, અરડુસી, લીમડાની છાલ, આદુ અને હળદર (સુકી) જેવી ઘરગથ્થુ ઔષધીઓની મદદથી તૈયાર કરી શકાય છે. અને લોકોને તેનો ઉપયોગ કરવા ડો. ખેરાણીએ અનુરોધ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!