વિસાવદરમાંથી ત્રણ જુગારી ઝડપાયા

વિસાવદરનાં પીઆઈ એન.આર. પટેલ, આર.બી. દેવમુરારી, ભીમાભાઈ બીજલભાઈ, દિનેશભાઈ અરજણભાઈ, ધવલભાઈ અમૃતભાઈ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન હનુમાનપરા શરમાળીયાપરામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ દીવેશ્વરભાઈ જાની, ભરતભાઈ મણીભાઈ રીબડીયા, નાસીરભાઈ રહીમભાઈ મેતરને રોકડ રૂ. ૩૮,૪૩૦, મોબાઈલ ફોન-૪ કિંમત રૂ. ર૦ હજાર, મોટર સાયકલ નંગ-પ કિંમત રૂ. ૧,રપ,૦૦૦ મળી કુલ  રૂ. ૧,૯પ,૪૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે રેડ દરમ્યાન નાસી જનાર સિદીક ઉર્ફે રાજુ સતારભાઈ મેરને ઝડપવા માટે ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!