હોમગાર્ડ, જી.આર.ડી. તથા ટ્રાફીક બ્રીગેડનાં જવાનોને કોન્સ્ટેબલ કેટેગરીમાં વેતન આપવા તથા એસ.આર.પી. જવાનોની દર ત્રણ માસે થતી બદલીમાં રાહત આપવા અંગે સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી માંગણી કરી છે. જેમાં જણાવેલ કે, ગુજરાતમાં હોમગાર્ડ, જી.આર.ડી. તથા ટ્રાફીક બ્રીગેડનાં જવાનો ફરજ બજાવે છે જે ફરજ પોલીસ કોન્સ્ટેબલ જેટલી હોય છે. તેઓને ફક્ત માનદ વેતન આપવામાં આવે છે અને કોવિડ-૧૯ દરમ્યાન લોકડાઉન ૧ થી ૫ સુધી આ જવાનોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે. રાજયમાં ચૂંટણી હોય તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે પછી અન્ય કામગીરી હોય ત્યારે આ જવાનો પોલીસ કોન્સ્ટેબલ જેટલી ફરજો દિવસ-રાત નિષ્ઠાપૂર્વક બજાવે છે. જેથી તેઓને પોલીસ કોન્સ્ટેબલની કેડરમાં મુકી માસીક વેતનમાં વધારો આપવો જોઇએ. આ જવાનોને અન્ય ભથ્થાઓ અને યુનીફોર્મ પણ આપવો જોઇએ. એસ.આર.પી. જવાનો ગુજરાત પોલીસદળમાં પોતાના પરીવારથી દૂર રહી પોતાનું જીવન જીવે છે અને તેઓની દર ત્રણ માસે બદલીઓ કરવામાં આવે છે. જેથી તેઓ માનસીક શંતુલન ગુમાવે છે. જેથી આ ખર્ચની બચત કરવા માટે એસ.આર.પી. જવાનોને જીલ્લાવાઇઝ બદલીમાં રાહત આપવામાં આવે જેથી તેઓના પોતાના પરીવાર સાથે શાંતિથી જીવન ગુજારી શકે અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકે તેમ અંતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews