પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ યદુવંશ વિષે કરેલ વિવાદિત ટિપ્પણીને લઇ ગીર સોમનાથ જીલ્લાના યદુવંશીઓમાં ભારે રોષ પ્રર્વતેલ જોવા મળી રહયો છે. ગઇકાલે ભગવાન કૃષ્ણની અંતિમ લીલાના પવિત્ર સ્થળ એવા સોમનાથ સાંનિધ્યના ભાલકા તીર્થ ખાતે ગીર સોમનાથ જીલ્લભરના યદુવંશી આગેવાનો મળ્યા હતા. જેમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ વિવાદિત ટિપ્પણી બદલ ભારતીય સંવિધાન મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા આગેવાનોએ આવેદનપત્ર આપવાનું નકકી કર્યુ હતું. તે મુજબ ગીર સોમનાથ જીલ્લા આહીર સમાજના પંકજ પંપાણીયા, પ્રગતિ આહીર સહિતના આગેવાનો દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવેલ કે, યદુવંશી સમાજના ઇષ્ટદેવ કૃષ્ણ ભગવાન વિષે અભદ્ર વાણી વિલાસ સમાજ નહીં સાંખી લઇ જેથી મોરારીબાપુ દ્વારકા ખાતે આવી સમસ્ત આહીર સમાજની માફી માંગે તેવી માંગણી કરી હતી અને જો માફી નહી માંગે તો ઉગ્ર આંદોલનની કરવાની આહીર સમાજને ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews