અમદાવાદ હાર્ટની બિમારી માટે સારવાર અર્થે ગયેલ પ્રભાસપાટણના આધેડનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવતા જીલ્લામાં ત્રણ કેસ એકટીવ છે. વેરાવળના જોડીયાનગર પ્રભાસપાટણમાં રહેતા ૬૫ વર્ષીય આધેડને દસ દિવસ પૂર્વે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે સ્થાનીક ખાનગી હોસ્પીટલમાં બે દિવસ સુધી દાખલ કરાયેલ હતા. જયાંથી તેમને રાજકોટની ર્સ્ટલીંગ હોસ્પીટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની નારાયણી હોસ્પીટલમાં ગયા હતા. જયાં તા.૭ જુનના રોજ આધેડના નમુના લેવામાં આવેલ જેનો તા.૮ જુનના રોજ રીપોર્ટ પોઝીટીવ આવતા આધેડને અમદાવાદથી વેરાવળ રીફર કરવામાં આવતા સ્થાનીક તંત્રે તેને વેરાવળની સીવીલમાં ઉભી કરાયેલ કોવીડ ૧૯ના વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. તો બીજી તરફ પ્રભાસપાટણના આધેડને કોરોનાના ચેપ કયાંથી લાગ્યો તે જાણવા આરોગ્ય વિભાગ તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી જાણવા મળેલ નથી. ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૮ કોરોના પોઝીટીવ દર્દીઓ આવેલા છે જે પૈકી ૪૫ સ્વસ્થ થઇ ગયેલ હોવાથી રજા આપી દેવાયેલ છે જયારે ત્રણ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ગઈકાલે પ્રભાસપાટણના આધેડ કોરોના પોઝીટીવ આવ્યાનાં પગલે આરોગ્ય વિભાગ દ્વારા પ્રભાસપાટણમાં વાલ્મીકી વાસ, હરીજન સમાજની વંડીની બાજુના વિસ્તારમાં આવેલા ૩૮ ઘરો, ૨૩૫ વ્યક્તિઓ તથા આજુબાજુના વિસ્તારના ૭૨૭ ઘરોના ૪ હજાર લોકો, ૭ સર્ગભા મહિલા, ૬૦ વર્ષથી વધુ વયના ૧૯ લોકોની આરોગ્યની તપાસણી અને સ્કીનીંગ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!