જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઉમેદવારો કે નોકરીદાતાઓને રૂબરૂ આવવું ન પડે તેમજ ઘરે બેઠા રોજગાર કચેરીની સેવાઓનો લાભ લઇ શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.
જિલ્લા રોજગાર કચેરી સેવાનો લાભ ઘરે બેઠા લેવા માગતા ઉમેદવારો અને નોકરીદાતા એ પોતાનું નામ-સરનામું, કોન્ટેક નંબર, ઇ-મેલ આઇડી અને મેળવવા માંગતા સેવાની વિગત સાથે રોજગાર કચેરીના ઉપર ઈમેઈલ કરવા અથવા કચેરીના લેન્ડલાઈન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ કચેરીના ફેસબુક પેજ ઉપર જાહેર રજાના સિવાયના દિવસોમાં સવારે ૧૧ થી સાંજે ૫ કલાક દરમ્યાન સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. હાલ નોવેલ કોરોના કોવિડ ૧૯ સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. આ સમયમાં યુવાનો અને રોજગાર વાંચ્છુઓ ઘરમાં રહી સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરબેઠા મેળવે તે આશયથી જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો, ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિકલ્પો, અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તકો, સ્વરોજગારીની તકો, રોજગાર કચેરી ખાતે નામ નોંધણી રીન્યુઅલ અપડેશન, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નામ ટ્રાન્સફર કરવા, વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો સંરક્ષણ દળની ભરતી પ્રક્રિયાની માહિતી, લશ્કરી ભરતી પૂર્વે નિવાસી અને બિન નિવાસી તાલીમમાં જોડાવા અંગેની માહિતી ટેલી કાઉન્સેલિંગ દ્વારા જાહેર રજા સિવાયના દિવસે સવારે ૧૦-૩૦ કલાક થી બપોરના ૨-૩૦ દરમ્યાન વિનામૂલ્યે માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. જિલ્લાના ખાનગી એકમોમાં મેનપાવર પૂરો પાડવા ખાલી પડેલી જગ્યાઓ ભરવા ભરતી પ્રક્રિયા માટેની નામાવલી પૂરી પાડવા તેમજ સીએનવી એકટ ૧૯૫૯ અન્વયે ત્રિમાસિક, છ માસિક ૮૫ ટકા સ્થાનિક રોજગારી રિટર્ન મોકલવામાં મુશ્કેલી ના પડે તે માટે કેરિયર કાઉન્સેલર કમ પ્લેસમેન્ટ ઓફિસર અને રોજગાર અધિકારી દ્વારા વિનામૂલ્યે જરૂરી મદદ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews