કોરોનાની મહામારી સમગ્ર ભારત દેશ સહીત ગુજરાતમાં દહેશત ફેલાવી રહી છે ત્યારે સોરઠમાં પણ કોરોનાએ ધીમે ધીમે માથુ ઉંચકતા સોરઠનાં અનેક શહેરોમાં કોરાનાએ પગપેસારો કર્યો છે. આ પગપેસારો ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ચોરવાડમાં ગઈકાલે એક જ પરિવારનાં ત્રણ સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યા બાદ આજે તે જ પરિવારનાં અન્ય બે સભ્યોનાં રીપોર્ટ પણ પોઝિટીવ આવતા નાના એવા ગામમાં ફફડાટ ફેલાયો છે. ચોરવાડમાં એક મિત્રને ત્યાં અમદાવાદથી મહેમાન બનીને આવેલા મિલનભાઈ શાહ ઉ.પ૬, તેની પત્ની મીનાક્ષીબેન ઉ.૪૯ અને તેનો પુત્ર જય ઉ.ર૧નો રીપોર્ટ પોઝિટીવ આવતા ત્રણેયને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ પરિવારનાં અન્ય સભ્યોનાં પણ ગઈકાલે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનાં આજે રીપોર્ટ આવતા જેમાં મિલન શાહનાં ભાઈ ભવ્યકાંત રમણીકભાઈ શાહ ઉ.પ૮ અને મિલનભાઈ શાહનો બીજા પુત્ર હર્ષ શાહ ઉ.ર૬ આ બંનેનાં રીપોર્ટ પોઝિટીવ આવતા હાલ આ પરિવારનાં પાંચ સભ્યો કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે. આ સાથે જૂનાગઢ જીલ્લામાં હવે પોઝિટીવ કેસની સંખ્યા ૩૯ એ પહોંચી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews