બિલખા તાબાનાં સાખડાવદર ગામે ૭૦ વર્ષનાં પ્રૌઢને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ સાખડાવદર અને બિલખામાં વ્યાપારીક તેમજ સામાજીક રીતે જાડાયેલ હોય ત્યાંનાં લોકોની બિલખા ખાતે અવર-જવર રહેતી હોય છે. આ કોરોના દર્દીએ બિલખા ડો. સાવલીયા પાસે પણ સારવાર કરાવેલ હોય તેમને પણ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. જાકે સરકારે અનલોક-૧ કર્યા પછી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાનું ઘટાડી દેવામાં આવેલ હોય પરીણામે સરકારે જનતાને રામભરોસે જેવી હાલતમાં મુકી દીધા હોય એવું લાગે છે.
સાખડાવદરનાં દર્દી દ્વારા ડો. સાવલીયાને ત્યાં સારવાર લીધેલ હોય તેટલા માટે છેલ્લા દિવસો દરમ્યાન ડો. સાવલીયાને ત્યાં સારવાર લેનાર લોકોની પણ રજીસ્ટર ઉપરથી તપાસ કરવામાં આવે એવી લોકલાગણી જાવા મળે છે. તંત્ર દ્વારા તાત્કાલીક કડક કામગીરી શરૂ કરવામાં આવે અને બહારથી આવતા લોકોનાં સેમ્પલ લેવામાં આવતા જે તંત્ર દ્વારા હાલ બંધ કરવામાં આવેલ છે. દરમ્યાન બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ કોરોના મહામારીનાં આ સમયગાળામાં વધુને વધુ લોકોનાં સેમ્પલ લેવાની આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરી અને તકેદારીનાં પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews