જૂનાગઢના આંબેડકરનગરમાં કોરોના પોઝીટીવ વિસ્તારનું એક મકાન કન્ટેનમેન્ટ જાહેર

0

જૂનાગઢ શહેરના આંબેડકરનગરમાં રહેતા ૪૫ વર્ષીય મહિલાનો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. જેના પગલે મનપાના વોર્ડ નં.૧૫ માં સમાવિષ્ટ આંબેડકરનગરનું એક મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે અહિંનો અમુક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ નોંધાતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૫ માં જગદીશભાઈ ચાવડાનું ઘર ચામુંડા નિવાસ,શિવ લહેરી, હનુમાન ચોક, ડો.ભટ્ટના દવાખાનાની સામેની ગલી, આંબેડકરનગર, બીલખા રોડ, જૂનાગઢ જેમાં ૧ મકાનને કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જયારે જૂનાગઢ મનપા વોર્ડ નં.૧૫ માં સમાવિષ્ટ આંબેડકરનગર, બીલખા રોડ, જૂનાગઢ ખાતે હનુમાન ચોક, ડો.ભટ્ટના દવાખાનાની સામેની ગલીમાં વીરાભાઈ પરમારના ઘરથી રમેશભાઈ બાબરીયાના ઘર સુધી ડાબી તથા જમણી બાજુનો વિસ્તાર જેમાં અંદાજે ૩૨ મકાનો, આશરે ૧૯૦ વસ્તીમાં બફર ઝોન જાહેર કરવામાં આવે છે.આ જાહેરનામુ તા.૨૨ જુન સુધી અમલમાં રહેશે. આ કન્ટેનમેન્ટ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટથી પસાર થતા તમામ વ્યક્તિ-વાહનોનુ રેકર્ડ રહેશે. એન્ટ્રી અને એકઝીટ પોઇંટ સીવાય અન્ય કોઈ રસ્તા ઉપરથી વ્યકિત કે વાહનની અવર જવર થઈ શકશે નહિ. કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી બહાર નીકળતા કે પસાર થતા તમામ વાહોનોને સેનીટાઈઝ કરાયા બાદ જ તે વિસ્તારમાંથી બહાર નીકળી શકશે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યકિત અંદર જઈ શકશે નહિ તેમજ અહિં વસવાટ કરતા કોઈ પણ વ્યકિત બહાર જઈ શકશે નહિ. બફર ઝોન જાહેર થયેલ વિસ્તારમાં કોવીડ-૧૯ ના સંક્રમણના ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ આવશ્યક ચીજવસ્તુઓ, લોકોની અવરજવર વગેરેના નિયમન માટે જરૂરી નિયંત્રણો લાગુ થશે. આ જાહેરનામાની જોગવાઈઓ સરકારી ફરજ ઉપરના વ્યકિતઓ- વાહનો (સરકારી/ખાનગી સહિત)અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરાયેલ પાસ ધારકોને, આ વિસ્તારમાંથી પસાર થતા માલવાહકોને લાગૂ પડશે નહિ.પરંતુ કન્ટેનમેન્ટ એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. પોઝીટીવ ૩૩, બહારનાં ૪ મળી કુલ ૩૭ પોઝીટીવ કેસ જૂનાગઢ શહેરનાં આંબેડકર નગર વિસ્તારમાં ૪૫ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ નોંધાયો છે. તેઓ રાજકોટ ખાતે તેમનાં સંબંધીના મરણ પ્રસંગે ગયા હતા. ત્યારબાદ તેમનું સેમ્પલ લેવાતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વધુ એક પોઝીટીવ કેસ આવતા જૂનાગઢ જિલ્લામાં કુલ કોરોનાના ૩૩ પોઝીટીવ કેસ થયા છે. ઉપરાંત બહારનાં જિલ્લાના ૪ મળી કુલ ૩૭ કોરોના પોઝીટીવ કેસ થયા છે. ૪ બહારનાં જિલ્લાનાં છે. તેમાં ૩ ચોરવાડ ખાતે અમદાવાદ થી આવેલા અને એક રાજકોટ જિલ્લાનાં દર્દીનો સમાવેશ થાય છે. આજ સુધીમાં જિલ્લામાં એક દર્દીનું અવસાન થયેલ છે.
૨૭ વ્યક્તિઓ સ્વસ્થ સાજા-સારા થઇ ઘરે ગયા છે. આંબેડકરનગરના દર્દી સહિત કુલ ચાર પેશન્ટ સારવાર હેઠળ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!