માંગરોળથી ૩૫ કી.મી. દૂર માધવપુર નજીક શ્રી મામા પાગલ આશ્રમ આવેલ છે. જેનું સંચાલન વણધાભાઈ પરમાર(વણધા ભગત) કરે છે. વર્ષો પહેલા વણધાભાઈ એક ટ્રક ડ્રાઈવર હતા, તેમને પાગલો પ્રત્યે અનહદ પ્રેમ હતો. રસ્તામાં ક્યાંય પાગલ જોવા મળી જાય તો ટ્રક ઉભો રાખી તે પાગલને નવડાવી અને જમાડતા, પરંતુ સમય જતાં તેમને ટ્રક ચલાવાનું બંધ કર્યું અને પાગલો માટે એક ગોરસર ગામે પાગલ આશ્રમની શરૂઆત કરી. શરૂઆતમાં ફક્ત સાત થી આઠ પાગલો હતા. સમય જતાં અત્યારે પુરૂષ અને મહિલા સહિત ૬૫ની સંખ્યા છે. હાલ ત્યાં માનસિક દિવ્યાંગોનાં રહેવા માટે એક બિલ્ડીંગનાં બાંધકામની શરૂઆત દાતા તથા ટ્રસ્ટનાં સહયોગથી શરૂ કર્યું છે. આ આશ્રમનાં ઘણા વર્ષોથી સહયોગી ગ્રુપ એવા માંગરોળનું મામા પાગલ આશ્રમ ગ્રુપ કે જેઓ નિયમિત રીતે રૂબરૂ ત્યાં જઇને સેવાની જ્યોત લોકોનાં સહયોગથી જગાવે છે. તેઓ શનિવારે ત્યાં જમાડવા ગયા હતા ત્યારે વણધા ભગતે અમને એક વિનંતી કરી કે ૩૦૦ થેલી સિમેન્ટની જરૂરિયાત છે. એક થેલી સિમેન્ટની કિંમત ૩૦૦ રૂપિયા છે તો આપ સહુ એક થેલી સિમેન્ટની લખાવીને આ ભગીરથ કાર્યમાં પુણ્યનાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. જેમાં માંગરોળ નગર તથા ગામે ગામથી લોકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ માનસિક દિવ્યાંગો માટે ૩૦૦+ સિમેન્ટની બેગનું અનુદાન આપ્યું હતું. મામા પાગલ આશ્રમ ગ્રુપનાં સદસ્ય પ્રફુલભાઈ નાંદોલા, જીતેન્દ્રભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ચાવડા, કેતુલભાઈ ગાંધી, અલ્પેશભાઈ ખીલોસિયા, દિલિપભાઈ પોપટ, વિમલભાઇ જોષી, દેવાંગભાઇ વોરા તથા સવેતનભાઇ ભસ્તાના વિગેરે આ કાર્યમાં સક્રિય રીતે જહેમત ઉઠાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews