અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલા ૫ોલીસમેન મુકેશભાઈને જૂનાગઢમાં શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર પોલીસ દળમાં એલ-ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અનાર્મ હે.કો. મુકેશભાઈ સોમાભાઈ બ.ન. ૫૫૯૭ તથા પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ઇ શાખામાં ફરજ બજાવતા ક્લાર્ક હિરેનભાઈ વિષ્ણુભાઈ પ્રજાપતિનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૮/૬/૨૦૨૦ ના રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતા. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુસર ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ, તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બી ડિવિઝન પી.આઈ. આર.બી. સોલંકી, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, રિડર પીએસઆઇ આર.કે. સાનયા સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ સાથે  બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ દેશમાં કોવિડ ૧૯ કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ અધિકારીઓ તથા સ્ટાફને પોતાની ફરજ દરમ્યાન પૂરતી તકેદારી રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!