ભાજપનાં આગેવાનોએ સરકારમાં અસરકારક રજૂઆતો કરી હતી : તંત્ર દ્વારા મંજુરી અપાતા ભાવિકો હવે દાતાર પર્વત ઉપર દર્શન માટે જઈ શકશે

0

ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ૮મી જુનથી દરેક ધાર્મીક સ્થાનો ખુલ્લા મુકાયા હતા પરંતુ અભયારણ્ય અને વન વિસ્તારમાં આવતા ધર્મસ્થાનો અંગેનો વિશેષ પરિપત્ર ન થવાથી વનવિભાગ દ્વારા ઉપલા દાતારના દર્શને જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. દરમ્યાન ભાજપના ઉપાધ્યક્ષ અને ઉપલા દાતારની જગ્યાના ટ્રસ્ટી યોગેન્દ્રસિંહ પઢિયારે જૂનાગઢ શહેર ભાજપના અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણીને ધ્યાને વાત મુકી હતી તેમણે તુર્તજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ટેલીફોનીક રજુઆત કરી હતી જેની સાથે ગિરનાર વિકાસ મંડળના સભ્ય શૈલેષ દવે પણ જોડાયા હતા. જયારે મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે.કમિટીના ચેરમેન, દંડક, શાસકપક્ષના નેતાએ પણ આ અંગે પત્ર લખી રજુઆત કરી હતી. ઉપરાંત સાસંદ રાજેશભાઈ ચુડાસમાએ પણ વનવિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. આ બધી હકીકત ધ્યાને લઈને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડના ઉચ્ચ અધિકારી શ્યામલ ટીકાદાર દ્વારા પરિપત્ર જારી કરેલ અને અભયારણ્ય વિસ્તારમાં આવતી દરેક ધાર્મીંક જગ્યાઓ દર્શન માટે ખોલી આપવામાં આવી હતી.
જૂનાગઢ ઉપલા દાતારના દર્શન છેલ્લા અઢી માસથી ભાવિકો માટે બંધ હતા જે વન વિભાગ તથા સરકાર અને સ્થાનિક અધિકારીઓના પ્રયાસથી ઉપલા દાતારના દર્શન કરવાની મંજૂરી મળતા તમામ ભાવિકો દાતાર પર્વત ઉપર જઈ શકશે અને સરકાર દ્વારા જે નિયમો બનાવેલા છે તેને દરેકે પાલન કરવું પડશે તેમ દાતારના મહંત ભીમબાપુએ એક નિવેદનમાં જણાવી તમામ ભાવિકોએ મોઢા ઉપર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને સીડી સિવાય ક્યાંય પણ ચાલવું નહિ અને જગ્યા ખાતે સોશ્યલ ડીસ્ટન્સ સાથે ગુફામાં એક એક વ્યક્તિ દર્શન કરી શકશે અને લોબાન આરતીના સમયે કોઈ પણ યાત્રિક જગ્યા પરિસરમાં હાજર નહિ રહી શકે અને દર્શન બાદ તમામ યાત્રિક નીચે ઉતરી જવાનું રહેશે ખાસ સીડી ઉપર કોઈ પણ પ્રકારની ખાદ્ય વસ્તુ વન્ય પ્રાણીને ખવડાવવી નહિ અને દર્શન માટે પધારતા તમામ યાત્રિકના નામનું લીસ્ટ ત્યાર કરાશે જેની તમામ તત્રિકોએ નોંધ લેવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!