Thursday, January 21

નાલસા દ્વારા પ્રકાશિત પુસ્તકનું વેબિનારના માધ્યમથી જસ્ટિસ એન. વી. રમન દ્વારા વિમોચન

તાજેતરમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી (નાલસા)ના કાર્યકરી અધ્યક્ષ તથા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન. વી.રમના દ્વારા ‘હેન્ડ બુક ઓફ ફોર્મેટસ એન્સયોરીંગ ઇફેક્ટિવ લીગલ સર્વિસીસ’ નામના પુસ્તકનું વિમોચન એક વેબીનારના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોના કારોબારી અધ્યક્ષો,હાઇકોર્ટ લીગલ સર્વિસીસ કમિટીઓના અધ્યક્ષો, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોના સભ્ય સચિવો, જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના અધ્યક્ષો તથા સચિવો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.જસ્ટિસ રમનાએ પ્રાસંગીક પ્રવચનમાં લોકડાઉનના પરીપ્રેક્ષયમાં ઉદભવેલા પડકારોની વાત કરી વધુમાં જણાવ્યું કે, કાનૂની સેવા સંસ્થાઓની સહાયથી ૫૮,૭૯૭ કાચા કામના કેદીઓને અને ૨૦,૯૭૨ દોષિત કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. અને રિમાન્ડના તબ્બકે ૯,૫૫૮ લોકોને કાનૂની પ્રતિનિધિત્વ પૂરૂ પાડવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસાના ૧,૫૫૯ કેસોમા ૧૬,૩૯૧ દોષિત કેદીઓ,૧૮૮૨ મજૂરો તથા ૩૧૦ ભાડૂઆતોને પણ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી છે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ટોલ ફ્રી નેશનલ લીગલ હેલ્પલાઇન ૧૫૧૦૦ સંપૂર્ણ રીતે કાર્યરત રહે કે જેથી ન્યાયની જરૂરીયાતવાળા કોઇપણ વ્યક્તિ વંચિત રહી ન જાય. કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા વિવિધ રાજ્યોમાં સેંકડો વેબીનારનું આયોજન કર્યું છે અને પહોંચ ને વધારવા માટે સ્પેશ્યલ મીડીયા, કોમ્યુનિટી રેડીયો સ્ટેશન, સ્થાનિક કેબલ ટેલિવિઝન ચેનલો અને અન્ય ડિજીટલ પ્લેટફોર્મ જેવા અસરકારક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.તેમણે જણાવ્યું કે હવે આપણે અવરોધ સાથે કામ કરવું પડશે . નીચેની અદાલતો હજી કામગીરી શરૂ કરી નથી. હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કામગીરી કરી રહી છે. પરંતુ તે છતાં કાનૂની સેવા સત્તાંમંડળો દ્વારા નવિનત્તમ તકનિકોને અપનાવી પ્રવર્તિત રોગચાળા દરમ્યાન જબરજસ્ત પ્રવૃતિઓ કરી છે.ઓનલાઇન પ્રકાશનના આ કાર્યક્રમમાં નાલસાના સભ્ય સચિવ અશોકકુમાર જૈન દ્વારા સ્વાગત પ્રવચનમાં ગુણવત્તાના મહત્વ પર ભાર મૂકી જણાવ્યું કે, ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે,પરિણામ કરતાં પ્રક્રિયા વધુ અગત્યની છે. ગુણવત્તાસભર પ્રક્રિયાઓ માત્ર પરિણામોને સુધારવામાં પરિણમી નથી, પરંતુ તે કાયમી પરિણામને અસર કરે છે. આ નાલસા હેન્ડબુકનું તેજ લક્ષ્ય છે. સંચાલકીય માળખામાં સુધારો થશે એ અપેક્ષિત છે અને દેશભરમાં દૈનિક કામગીરીના મૂળભૂત કાર્યમાં સુસંગતતા લાવશે . તે પેનલ વકીલો અને પી એલ વી માટે તેઓની ભૂમિકા અંગે માર્ગદર્શિકા બનશે.આ તકે નાલસાના નિયામક સુનિલ ચૌહાણ તથા નાલસાના ભૂતપૂર્વ સભ્ય સચિવ આલોક અગ્રવાલ સહિતના અતિથિઓએ કાનૂની સેવા પ્રવૃતિઓના સંચાલન માટેના અસરકારક સાધન તરીકે હેન્ડબૂકના મહત્વનું સમર્થન કર્યું હતું. સીએચઆરઆઈ ના જેલ રિફોર્મ્સના પ્રોગ્રામ હેડ, શ્રીમતી મધુરિમા ધનુકએ હેન્ડબુકની ટુંકી માહિતી આપતા ગુણવત્તા તે કાનૂની સેવાઓની મહત્વપૂર્ણ લાક્ષણિકતા હોવા પર બહાર મૂક્યો હતો. ‘ગુણવત્તા પ્રાપ્ત કરવાની એક મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલમાં જે પ્રક્રિયાના માપદંડો છે તે સિસ્ટમમાં પ્રવેશના પ્રથમ તબક્કેથી કાનૂની સહાય પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને સુનિશ્ચિત કરતાં હોય છે’ ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ હ્યુમન રાઈટ્‌સ ઈનીશીએટિવ (સીએચઆરઆઈ)ના સહયોગથી તૈયાર થયેલ હેન્ડબૂક એ નાલસા દ્વારા દેશભરના કાનૂની સેવા સત્તામંડળો દ્વારા દસ્તાવેજીકરણ અને અહેવાલની કામગીરીને મજબૂત કરીને કાનૂની સેવાની ગુણવત્તામાં સુધારણા કરવા માટેની અગ્રતા તરફ એક પગલું છે. વર્ષ ૨૦૨૦માં નાલસા સીમાંત અને નબળા વર્ગ માટે પૂરી પાડવામાં આવતી કાનૂની સેવાઓમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. જે દરેક વ્યક્તિને અસરકારક કાનૂની પ્રતિનિધિત્વ મળવાના અધિકાર અને ભારતના બંધારણના અનુચ્છેદ૩૯ એ હેઠળ જે લોકો સક્ષમ નથી તે લોકોને મફત કાનૂની સહાય પૂરી પાડવાની રાજ્ય સરકારની ફરજ અંગેની ખાતરી કરવા ઉપરાંત છે.સીએચઆરઆઈ ના સહયોગ થી નાલસા દ્વારા તૈયાર કરાયેલ હેન્ડબૂક માં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં કાનૂની સહાયતા પ્રદાતાઓ એટલે કે પેનલ વકીલો,રીટેનર વકીલો, રિમાન્ડ વકીલો,જેલની મુલાકાત લેનારા વકીલો, અને પોલીસ મથકો સાથે જોડાયેલા વકીલો અને સમુદાય અને દોષિત પેરાલિગલ સ્વયંસેવકો માટેના ફોરમેટ્‌સ સામેલ છે. બીજા ભાગમાં કાનૂની સેવા સત્તામંડળો માટેના ફોરમેટ્‌સનો સમાવેશ છે જેમાં ફ્રન્ટ ઓફિસ માટે રજીસ્ટર,હાજરી રજીસ્ટર,ક્લિનિક્સ અને મોનિટરીંગ અને મેન્ટરીંગ કમિટીઓનો સમાવેશ થાય છે. આ હેન્ડબૂકમાં એવા ફોર્મેટસ છે કે જે ડેટા સંગ્રહને વધારે છે,કે જે નાલસાને ડેટામાંથી નીકળતા વલણો અને પેટર્નનું વિશ્લેષણ કરવા માટે સુક્ષમ કરશે, અને સુક્ષમ સ્તરે મુદ્દાઓની ઓળખ કરવામાં સક્ષમ કરશે તેમ એડી. ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જૂનાગઢના સચિવ પી. એમ. અટોદરીયાની યાદીમાં જણાવાયુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!