વન્ય જીવન સંરક્ષણ માટેની આવશ્યકતા અંગે જનજાગૃતિ ઊભી કરવાની પહેલરૂપે ડિસ્કવરીએ વિશ્વ પર્યાવરણ દિને ૫ જૂનના રોજ જેનું પ્રિમિયર યોજાયું હતું તેની ડોક્યુમેન્ટરી ‘વાઇલ્ડ કર્ણાટક’ માટે અવાજ આપવા માટે રાજકુમાર રાવ અને પ્રકાશ રાજ જેવા અભિનેતાઓની પસંદગી કરી છે. કર્ણાટક વન વિભાગના સહયોગમાં અમોઘ વર્ષા જે એસ અને કલ્યાણ વર્મા જેવા એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ દસ્તાવેજી ફિલ્મ વાઇલ્ડ કર્ણાટકના જૈવિક વૈવિધ્ય ઉપર કેન્દ્રીત છે અને તે પોતાના વન્ય ક્ષેત્રનું કઇ રીતે જતન કરવામાં સફળ રહેલ છે તે તેનું વિષયવસ્તુ છે. ધ ક્વિન્ટ સાથેની મુલાકાતમાં પ્રકાશ રાજે જણાવ્યું છે કે, વોઇસ ઓવર એ મારા માટે એક અલગ અનુભૂતિ હતી કારણ કે, તેના દ્વારા હું જેને ચાહું છું અને જેની ઉજવણી કરૂ છું તેની સાથે કનેક્ટ થવાની તક મળી છે. વાઇલ્ડ કર્ણાટક એ ડિસ્કવરીની અદ્ભૂત પહેલ છે. વન્ય જીવનના અવાજા રેકોર્ડ કરવા માટે સઘન પ્રયાસો અને ધિરજ માગી લે છે. હું હંમેશા પ્રકૃતિને ચાહું છું અને મારા મૂળ પ્રકૃતિમાં છે અને મને યાદ અપાવે છે કે, હું આ પૃથ્વી ઉપર એકલો નથી. અભિનેતા વન્ય જીવનની કેટલીક રોમાંચક કહાણીઓ પણ શેર કરે છે. મે જંગલી કૂતરાઓને દિપડા પાછળ પડતા કયારેય જાયાં ન હતાં. આ ફિલ્મનું ફોર કે અલ્ટ્રા એચડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૨૦ કેમેરામેનની ટીમ દ્વારા ૧૫ કેમેરા સાથે સમગ્ર કર્ણાટકમાં ૪ વર્ષ સુધી શૂટીંગ કરવામાં આવ્યું હતું. સર ડેવીડ એટનબરો અંગ્રેજીમાં અવાજ આપે છે જ્યારે રાજકુમાર રાવ હિંદીમાં તેમજ પ્રકાશરાજ તેલુગુ અને તમિળમાં અને ઋષભ શેટ્ટી કન્નડમાં અવાજ આપે છે. દેશભરમાં ભારતીયો ચોક્કસપણે આ ડોક્યુમેન્ટરીને માણશે અને પ્રકૃત્તિની ભેટને વધાવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews