ભારતીય સૈન્ય પર્વતો ઉપર લડવા માટે અમેરિકા અને રશિયાથી વધુ સક્ષમ : ચીની નિષ્ણાંત

0

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર ચાલી રહેલા તનાવ વચ્ચે ચીનના એક સૈન્ય નિષ્ણાંતે ભારતીય સેનાના ભરપૂર વખાણ કરેલ છે. ચીનના સંરક્ષણ મેગેઝિનના સિનિયર એડિટર હુઆંગ ગુઓજીએ લખેલા એક લેખમાં જણાવ્યું છે કે, ભારત પાસે પર્વતો ઉપર લડી શકે એવી સૌથી મોટી અને અનુભવી સેના છે. આવી સેના અમેરિકા, રશિયા અને યુરોપના કોઈ શÂક્તશાળી દેશ પાસે પણ નથી. ભારત પાસે ૧ર ડિવીઝનમાં વહેંચાયેલા બે લાખ સૈનિકોની સૌથી મોટી માઉન્ટેન ફોર્સ છે. ૧૯૭૦ પછી ભારતીય સેનાએ માઉન્ટેન ફોર્સનું કદ વધાર્યું છે. આ સિવાય ભારત પ૦,૦૦૦થી વધુ જવાનોની વધુ એક માઉન્ટેન સ્ટ્રાઈક ફોર્સ બનાવવાની યોજના ઉપર કામ કરી રહેલ છે. હુઆંગે લેખમાં લખ્યું છે કે, ભારતની માઉન્ટેન સેના દરેક સભ્ય માટે પહાડો ઉપર ચઢવાની આવડત અનિવાર્ય છે. આ માટે ભારતે પ્રોફેશ્નલ પર્વતારોહકોને ભરતી કર્યા છે. ભારતીય સેનાએ સિયાચીન ગ્લેશીયર ઉપર ૧૦૦ થી વધારે ચોકી બનાવી છે. પ,૦૦૦ મીટર કરતાં વધારે ઉંચાઈ ઉપર ૬,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત કરેલા છે. પહાડો ઉપર લડવા માટેના બહેતરીન શ†ોથી ભારતીય સેના સજ્જ છે. કેટલાક હથિયારો ભારતે દેશમાં વિકસીત કર્યાછે. પોતાનો ફાયર પાવર વધારવા માટે ભારતે બહુ મોટો ખર્ચ પણ કર્યો છે. ચીનના નિષ્ણાંતનું કહેવું છે કે, ભારતીય સેનાએ અમેરિકા પાસેથી અપાચે હેલિકોપ્ટર ખરીદયા છે જેથી સેનાને વાયુસેના ઉપર નિર્ભર રહેવું ન પડે. જા કે, ભારતીય સેનાની ખામી પણ છે કે, હથિયારોના મામલામાં સેના સંપૂર્ણપણે આત્મનિર્ભર નથી. ખાસ કરીને ત્યારે જયારે ભારત પશ્ચિમી દેશો પાસેથી હથિયારો ખરીદે છે ત્યારે તેના દારૂગોળાનો સપ્લાય એક મોટી સમસ્યા બની શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!