ઉના : બોરડીનાં ઝાડમાં સુગરીએ ર૮ માળા બનાવ્યા

0

ઉનાના વેરાવળ રોડ ઉપર શિવાજી પાર્ક સોસાયટીના રહેણાંક વિસ્તારના ખુલ્લા પ્લોટમાં સુગરીએ બોરડીના ઝાડ ઉપર ૨૮થી વધુ માળાઓ બનાવ્યા છે. સુગરી તેના માળા માટે પ્રખ્યાત પક્ષી છે વૈશ્વિક સ્તરે પક્ષીઓની જાતમાં “આર્કિટેક્ટ એન્જિનિયર” ની આગવી ઓળખ ધરાવનાર આ નર સુગરી ખુબ જ ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરે છે. આ માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે, સાપ જેવા કોઈ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી ન શકે. સ્વાભાવિક છે કે, પાતળી ડાળીના છેડે વજનદાર સાપ જાય તો તે નીચે જ પડી જાય. માળામાં ભીની માટી રાખી સુગરી પવનથી પોતાના માળાને સુરક્ષા આપે છે જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન જાય. આ પક્ષીનું નામ સુગૃહી શબ્દ ઉપરથી પડ્‌યું છે જેનો અર્થ સારૂ ઘર બનાવનાર થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!