જામકંડોરણાનાં અડવાળ ગામે દેશી દારૂનાં આથા સાથે એક શખ્સ ઝડપાયો

0

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર વિભાગનાં મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના અને માર્ગદર્શન હેઠળ જામકંડોરણા પંથકમાં દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા અભિયાન અંતર્ગત જામકંડોરણાનાં અડવાળ ગામે દેશી દારૂનો આથો ૪૦૫ લીટર ઝડપી પાડયો હતો. આ અંગેની વધુ મળતી વિગતો અનુસાર જામકંડોરણાનાં પીએસઆઇ જે.યુ. ગોહિલ તથા પોલીસ સ્ટાફ રાત્રે નાઈટ પેટ્રોંલીગ દરમ્યાન જામકંડોરણાનાં અડવાળ ગામે રહેતો મુકેશ બધાભાઈ મકવાણા નામનાં ઈસમને ભાદર નદીનાં કાંઠે દેશી દારૂનો આથા સાથે ઝડપી પાડયો હતો. પ્રોહીબીશન કલમ ૬૫ (એફ) મુજબનો ગુનો દાખલ કરી આરોપીને કોરોના કોવિડ-૧૯નો રીપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!