આ વર્ષે કેરીની સિઝન ફેઈલ થઈ હોવાથી ખેડુતો નિરાશ

0

આ વર્ષે કેસર કેરીની સિઝન રપ દિવસ વહેલી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને વરસાદી માહોલ સર્જાતાં લગભગ કેરીની સિઝન ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી એ મુખ્ય ત્રણ જીલ્લા કેસર કેરીનું ઉત્પાદન કરતો વિસ્તાર છે અને આ સોરઠ જીલ્લાનાં ખેડુતોએ આ વર્ષે કેરીની સિઝન હવે પુરી થવાની જાહેરાત કરી દિધી છે. માર્કેટમાં કેસર કેરીનો સ્ટોક જે પડ્યો છે તે માત્રને માત્ર ૩ અઠવાડિયા સુધી ચાલે એટલો છે. આ વર્ષે કોરોના મહામારીનું લોકડાઉન ત્યારબાદ કેરીની સિઝન શરૂ થઈ તેનાં ૧પ દિવસ બાદ એટલે કે ભીમ અગિયારસથી વરસાદી માહોલ સર્જાયો છે અને હજુ પણ જૂનાગઢ સહિત રાજયનાં અનેક તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. આગામી ૧૪ અને ૧પ જુને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો બીજી તરફ કેરીની સિઝન વરસાદ આવે એટલે આમ પણ ધીમી પડી જતી હોય છે ત્યારે આ વર્ષે રપ દિવસ વહેલી કેરીની સિઝન પૂર્ણ થઈ રહી છે. તેવું કેરી પકવતાં ખેડુતોએ જણાવ્યું હતું. કેરીની સિઝન આ વખતે ફેઈલ થઈ ગઈ હોવાનું બાગાયતદાર ખેડુતોએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!