જૂનાગઢનાં કોરોના પોઝીટીવ કેસવાળા વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. પ માં સમાવેશ કરાયેલા વિસ્તારમાં શ્રી ભૈયાજીની વાડી, ઓમનગર પાસે, મીરાનગર પાછળ, કાળવાનાં વોકળા કાંઠે, નવી કલેકટર કચેરી રોડ, જૂનાગઢને માઈક્રો જાહેર કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે જેમાં મકાનોની સંખ્યા બે છે અને ૩૦ લોકો વસવાટ કરી રહેલ છે. તેવી જ રીતે જૂનાગઢના વોર્ડ નં. ૧૩ માં ટીંબાવાડી રોડ ઉપર આવેલ સાંઈબાબા મંદિરવાળી ગલીમાં આકાશ ગંગા-૧ ના બ્લોક નં. ૪૯,પ૦, પ૦-એ તથા પ૦-એ ની બાજુમાં આવેલ બંધ મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કારાયેલ છે જેમાં અંદાજે ૪ મકાન મકાન છે અને આશરે ૯ લોકો વસવાટ કરે છે.
બફર ઝોન જાહેર કરાયા
ઉપરાંત માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની ફરતે આવેલા વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. પ નાં ભૈયાજીની વાડી, ઓમનગર પાસે, મીરાનગર પાછળ,કાળવાના વોકળા કાંઠે, નવી કલેકટર કચેરી રોડ તેમજ વોર્ડ નં. ૧૩માં ટીંબાવાડી રોડ ઉપર આવેલ સાંઈબાબા મંદિરવાળી ગલીમાં આકાશ ગંગા-૧, આકાશગંગા-ર ના કુલ ૧૦ બ્લોક તથા દેવ્યાની પાર્કના ર૭ બ્લોકને બફર ઝોન જાહેર કરાયા છે જેમાં અંદાજીત મકાનો ૧૪૪ છે અને તેમાં ૧૪૪ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!