જૂનાગઢમાં કોરોનાનો ઉપદ્રવ, શહેરમાં કુલ ૮ કેસ, પ ડિસ્ચાર્જ, ર સારવાર હેઠળ અને એકનું મૃત્યું

0

ભારત સહિત વિશ્વના દેશો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે સાંજ સુધીમાં રર હજાર ઉપર કોરોનાનો આંકડો પહોંચ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં ર૪ કલાકમાં પ૦૦ થી વધારે લોકોના મૃત્યુ થયા છે. કોરોનાનો ખતરો, ચોમાસાની સિઝન અને આર્થિક મંદીના મોજામાં લોકજીવન અટવાઈને પડયું છે. દિવસે દિવસે આર્થિક તંગીમાં લોકો ફસાઈ રહયા છે. જૂનાગઢ શહેરમાં પણ કોરોના પોઝીટીવના કેસો સામે આવી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ લોકોને કોરોના સામે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સાવચેતી અને કાળજી રાખવાનો અનુરોધ કરેલ છે. જૂનાગઢમાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને શહેરના મધુરમ વિસ્તારમાં આકાશગંગા સોસયટીમાં એક વૃધ્ધ મહિલા (ઉ.વ. ૬૭) અને મીરાનગરમાં રહેતા અમદાવાદથી આવેલ ૪૦ વર્ષીય મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જૂનાગઢમાં બહાર ગામથી આવતા દર્દીઓને કારણે કોરોનાનું સંક્રમણ વધેલ હોય તેમ એક દિવસમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બંનેને કોન્ટ્રેકટ ટ્રેસીંગની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ગઈકાલે ૧૬૯ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે જયારે ૧૪૩ સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડીંગ છે. કોરોનાના બે કેસ નોંધાતાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ ૪ર કેસ થયેલ છે જે પૈકી ૮ કેસ અન્ય જિલ્લા અને રાજયના હોય જૂનાગઢ જિલ્લાના ૩૪ કેસ થયા છે અને તેમાંથી ર૯ ને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. હાલ કોરોનાના ૪ દર્દીઓ છે જેમાંથી ૩ જૂનાગઢ સિવીલ હોસ્પિટલ અને ૧ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની પ્રવર્તમાન સ્થિતિ જાઈએ તો જૂનાગઢ સીટીના કુલ ૮ કેસો અત્યાર સુધીમાં નોંધાયા છે જેમાંથી પ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ર દર્દીઓ સારવાર હેઠળ છે જયારે એકનું મૃત્યુ થયું છે. જયારે ગ્રામ્ય વિસ્તારનાં કુલ ર૬ કેસોમાંથી ર૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને ર દર્દીઓ સારવાર હેઠળ છે. વિશેષમાં જિલ્લા આરોગય અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોનાના રોગચાળા સામે હજુ પણ લોકોએ સાવચેતી જાળવવાની જરૂર છે. ૬૦ વર્ષથી ઉપરનાં વડીલોએ તેમજ નાના બાળકોએ બને ત્યાં સુધી ઘરની બહાર ન નિકળવું તેમજ વ્યવહારિક કે આર્થિક કે અન્ય કામકાજા માટે ઘરની એક જ વ્યક્તિએ બહાર અવરજવર કરવી. એટલું જ નહીં ઘરમાં જ શકય હોય તો મોટી ઉંમરના લોકો અને બાળકો માટે અલગ વ્યવસ્થા ઉભી કરી તેની સંપૂર્ણ કાળજી રાખવી. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સાવચેતી અને સ્વચ્છતા એક માત્ર ઉપાય છે. કોરોનાથી ડરો નહીં પરંતુ હાલના સંજાગોમાં દરેક વ્યક્તિએ સાવચેતી અને કાળજી લેવા જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ અનુરોધ કરેલ છે.

error: Content is protected !!