Tuesday, August 9

ફિઝીકલ બિલ આપવાનાં બદલે ફરી વિજ ગ્રાહકોને ધાબડ્યું એવરેજ બિલ : લોકોમાં દેકારો !

0

જૂનાગઢ સહિત રાજયભરનાં વિજ ગ્રાહકોને વિજ બીલ બાબતે ભારે પરેશાની અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવરેજ બિલનાં ગતકડામાં મોટી-મોટી રકમનાં બિલો ગ્રાહકોને ફટકારી દેવામાં આવતાં હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. આજે જ્યારે અનલોક-૧માં અનેક પ્રકારની છુટછાટ મળી છે અને સરકારી કચેરીઓ પણ ધમધમતી થઈ છે ત્યારે જૂનાગઢ શહેરનાં વિજ ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા હોમ-ટુ-હોમ જઈ અને બિલ કાઢી આપવા જાઈએ અને આ માંગણી અનેક ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતે જા પીજીવીસીએલ દ્વારા યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિજ ગ્રાહકો શેરીઓમાં ઉતરી અને રોષની લાગણી વ્યકત કરે તેવી દહેશત પણ વ્યકત થઈ રહી છે.
કોરોના મહામારીનાં સંક્રમણકાળ એટલે રપ માર્ચથી લોકડાઉનનો પ્રારંભ થયો અને આજની તા.૧ર જુન સુધી લોકડાઉનનાં ચાર તબક્કા અને ત્યારબાદ અનલોક-૧નો પ્રારંભ પણ થઈ ચુક્યો છે. લોકડાઉન દરમ્યાન જૂનાગઢ અને રાજયભરનાં વિજ ગ્રાહકોને સરકારે ૧૦૦ યુનિટ વપરાશ સુધિની રાહત આપવાની જાહેરાત કરી પરંતુ પીજીવીસીએલ કચેરી કહે છે કે સરકાર દ્વારા કે વડી કચેરી દ્વારા આવી કોઈ જાણ અમોને કરવામાં આવી નથી અને ફ્રેબુઆરી, માર્ચ, એપ્રિલ, જુન, જુલાઈ સહિતનાં વિજ બિલો ભરવા માટેની એક ગાઈડલાઈન જારી કરી હતી અને એક તકે તો વિજ ગ્રાહકોને ૩ માસ સુધી વિજ બિલ ન ભરે તો પણ કોઈ નવો દંડ કે વધારાનો બોજ નહીં તેવી જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉનનાં આ કાર્યકાળ દરમ્યાન પીજીવીસીએલ કચેરી દ્વારા જૂનાગઢ સહિત રાજયનાં મોટાભાગનાં શહેરોમાં વિજ ગ્રાહકોને એવરેજ બિલનાં એસએમએસનાં મેસેજા મોકલવામાં આવ્યા હતાં. જેમાં ખાસ કરીને અંદાજીત રકમનાં તોતીંગ બિલ આપવામાં આવેલ છે. જેમાં કોઈ વિજ ગ્રાહકને દર માસનું વિજ વપરાશ ૧પ૦ યુનિટ હોય છે તે પ્રમાણે તેનું એવરેજ બિલ ૧૭પ થી ર૦૦ યુનિટનું બનાવી દેવામાં આવે અને તેનાં મેસેજ જે-તે ગ્રાહકોને ફોરવર્ડ કરી દેવામાં આવે અને ત્યારબાદ ઓનલાઈન વિજ બિલની વસુલાત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૩ માસ સુધી વિજ બિલ ન ભરી શકે તો પણ કોઈ ઉતાવળ નહીં કરવાની સરકારની સુચના હોવા છતાં પણ અનેક વિજ ગ્રાહકોએ પોતાને જે બિલ મેસેજ દ્વારા મળ્યાં હતાં તે મુજબ બિલની રકમ ઓનલાઈન ભરી આપી છે. ખરી પરિસ્થિતિ હવે જ ઉભી થઈ છે અત્યારે અનલોક-૧નાં સમયમાં ધાર્મિક સ્થળોથી લઈ ધંધા-રોજગાર, રેસ્ટોરન્ટ, મોલ, સરકારી કચેરીઓ, સચિવાલય, આવશ્યક સેવાઓ અને મોટાભાગનાં ધંધા-રોજગાર આર્થિક વ્યવહારો શરૂ થઈ ગયાં છે. આ દરમ્યાન ગુજરાત સરકારે એક વધુ જાહેરાત પણ કરી હતી કે જેમાં એવું જણાવવામાં આવેલ છે કે ૧૦૦ યુનિટ સુધી વિજ વપરાશકારોને કોઈ બિલ નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરનાં ઘણાં ખરા વિજ ગ્રાહકો કે જેણે પીજીવીસીએલ કચેરી દ્વારા જે મેસેજ વિજ બિલનાં અંદાજીત રકમનાં થયા તે મુજબની બીલની રકમ અમુક ગ્રાહકોએ ઓનલાઈન ભરી આપી છે. પરંતુ વિજ કનેકશનનાં રીંડીગ લેવાયા નથી તેવા શહેર અને જીલ્લાનાં તથા રાજયભરનાં વિજ ગ્રાહકોને ફરીવાર પીજીવીસીએલ કચેરી તરફથી મોટામસ બિલો ફટકારવામાં આવ્યાં છે તેવી અનેક ફરીયાદો ઉઠવા પામી છે. આજે જ્યારે દરેક કચેરીઓ શરૂ થઈ ગઈ છે અને છુટછાટો મળી છે ત્યારે એવરેજ બિલ નહીં પરંતુ પીજીવીસીએલ કંપની દ્વારા એકચ્યુલ બિલ એટલે કે વપરાશ મુજબનાં બિલ વિજ ગ્રાહકોને આપવા જાઈએ અને આ બિલ આપવા માટે જે-તે વિજ ગ્રાહકોનાં મીટર રિડર મીટર ચેક કરી અને તે મુજબનું બિલ ફાળવવાની માંગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત વિજ બિલ ભરવા જતાં ગ્રાહકો પાસેથી બિલની રકમ રાઉન્ડ ફીગરમાં લેવામાં આવે છે એટલે કે દા.ત. ૩૮ રૂપિયા થતાં હોય તો ૪૦ રૂપિયા લઈ લે છે. આમ એક કે બે રૂપિયાથી લઈ મોટી રકમ વિજ ગ્રાહકોની લઈ લેવામાં આવે છે. આ ઉપરાંત પણ એક પીજીવીસીએલની આડોડાઈ ઘણાં સમયથી બહાર આવેલ છે જેમાં અમુક યુનિટ સુધી જા વિજ ગ્રાહકો વપરાશ કરે તો તેને અમુક યુનિટની અમુક રકમ ભરવી પડતી હોય છે અને તેને ફાયદો થતો હોય છે પરંતુ પીજીવીસીએલ દ્વારા ઈરાદાપૂર્વક એવું થતું હોય છે કે વિજ ગ્રાહકોને કોઈ રાહત ન મળી શકે તેવા ઈરાદા સાથે બે માસનું બિલ ફટકારવામાં આવે અને જેની રાહતનો લોસ પણ ગ્રાહકે ગુમાવવો પડે છે. આ . આ બાબતે પણ સૌરાષ્ટ્ર-કચ્છનું પીજીવીસીએલ તંત્ર દ્વારા તત્કાલ યોગ્ય કરવાની માંગણી ઉઠી છે.
જીઈબીનાં ફાયનાન્સ મેનેજર પણ કહે છે કે ગ્રાહકોને અમે ૪ મહીનાના બીલ આપ્યા છે
પીજીવીસીએલનાં રાજકોટનાં નાણા વિભાગનાં મહાપ્રબંધક કે.એસ. મલકાનની યાદી ઉમેરે છે કે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયેલ. આ સમયગાળામાં પીજીવીસીએલ પોતાના ગ્રાહકોનું વાસ્તવીક મીટર વાંચન કરી ના શકયું અને ગ્રાહકોને એવેરજ પ્રમાણેનાં સીસ્ટમ લેવલે બિલ બનાવેલ હતાં. હવે આંશિક અનલોકની સરકાર દ્વારા મળેલી માન્યતા પ્રમાણે દરેક ગ્રાહકનાં વાસ્તવીક મીટર વાંચન કરી જેમાંથી એવરેજ પ્રમાણેનાં લોકડાઉન સમયગાળાનું અને બીલ બનાવવામાં આવી રહયા છે. બનાવેલ બીલ બાદ કરી દ્રિમાસીક વપરાશકર્તાના બે માસનાં સાથે બનેલ છે. આ બીલમાં પણ ગ્રાહકને તેના વપરાશના યુનીટની ગણતરીનો સ્લેબ નિયમીત બિલીંગની માફક જ જાળવી રાખી ગ્રાહકને વધારાનો વીજ દર ન લાગે તેની પણ તકેદારી રાખીને જ બીલ તૈયાર થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!