જામકંડોરણામાં જુગારની મોજ માણતા પાંચ શખ્સો ઝડપાયા

0

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુરનાં નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના તથા માર્ગદર્શન હેઠળ જામકંડોરણાનાં પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.યુ. ગોહિલ તથા સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન જામકંડોરણાનાં પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઈન્દિરાનગરમાં પોલ ફેકટરીની દિવાલ પાસે સ્ટ્રીટ લાઈટનાં અજવાળે ખુલ્લામાં કેતનભાઈ નરસીભાઈ મોરી, સંજયભાઈ નરસી મોરી, હસમુખભાઈ ભનુભાઈ મકવાણા, નિરવભાઈ હરેશભાઈ આડતીયા અને અક્ષય રસીકભાઈ કોયાણી નામના ઈસમો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતાં. આ જુગારની રેડમાં રૂ. ૧૧૩૮૦ની રોકડ રકમ, પાંચ જુગારી, બે મોટરસાઈકલ સહિતનો મુદ્દામાલ ઝડપાયાં હતાં. જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં જૂગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જુગારની રેડમાં પીએસઆઇ જે.યુ ગોહીલ, એમ.આર. કોરડીયા, મયુરધ્વજસિંહ, ગીરીરાજભાઈ, હરેશભાઈ કટારા, રીનાબેન દાફડા સહિતનાં પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!