જૂનાગઢમાં વિદેશી દારૂનાં કેસમાં ૧૦ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ વિષે માહિતી મેળવી, પકડી પાડી, ધરપકડ કરવા સુચનાઓ કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.એચ.કોરટ તથા સ્ટાફના હે.કો. ભગવાનભાઈ, મેહુલભાઈ, પો.કો. કરણસિંહ, ચેતનસિંહ, કનકસિંહ, રવીન્દ્રસિંહ, ગોવિંદભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ ખાનગી બાતમી આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ મહિના જેટલા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી રામાભાઈ કિશાભાઈ ગરચર જાતે રબારી (ઉવ.૨૫) રહે.સિંધી સોસાયટી, ગાંધીગ્રામ, જૂનાગઢ ને ગાંધીગ્રામ વિસ્તારમાંથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રામાભાઈ કિશાભાઈ ગરચર જાતે રબારી ઉવ.૨૫ રહે. સિંધી સોસાયટી, ગાંધીગ્રામ, જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના દસેક મહિના પહેલા દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા અવાર નવાર તપાસ કરવા છતાં મળી આવેલ ન હોય અને પોલીસને હાથતાળી આપી, નાસતો ફરતો હતો. જેને સી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવતા, પોતે કેશોદ પોલીસ સ્ટેશનના પણ અન્ય એક ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં પણ પકડવાનો બાકી હોવાની તેમજ ભૂતકાળમાં મારામારી તથા વિદેશી દારૂના છ જેટલા અડધો ડઝન ગુન્હાઓમાં પકડાયેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. આમ, સી ડિવિઝન પોલીસ દ્વારા બે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને કાનુની કાર્યવાહી હાથધરી છે.

]#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!