જૂનાગઢ : ઠાકર પરિવારનું ગૌરવ

0

બાળકોમાં જયારે બોર્ડની પરીક્ષા દેવાનો ‘હાઉ’ મનમાં કોરોનાની બિમારીની જેમ ઘુસી જાય છે ત્યારે બાળકોની મનોસ્થિતિ જાણવી ખુબ જરૂરી બને છે. કારણ કે વાલીઓ સહીત બાળકો પણ પોતાનાં રીઝલ્ટ માટે એટલા ચિંતાતુર હોય છે કે આ વિદ્યાર્થીને આટલા ટકા ? તો મને કેમ આટલા ટકા જ મળ્યા ? આવો માહોલ તાજેતરમાં ધો. ૧૦ અને ધો. ૧રનાં સાયન્સનાં રીઝલ્ટ સમયે વાલીઓ સહીત વિદ્યાર્થીઓમાં જાવા મળ્યો હતો. ખરેખર વિદ્યાર્થીઓને હિંમત દેવા માટે પ્રથમ વાલીઓની ફરજ બને છે, ત્યારબાદ સ્કુલનાં સ્ટાફની ફરજ બને છે અને જા ટયુશન કલાસીસમાં જતા હોય તો ટયુશન કલાસીસનાં સંચાલકની ફરજ બને છે. પરંતુ જૂનાગઢમાં એક પુત્રીએ તેનાં માતા-પિતાનો વિશ્વાસ સંપાદન કરી તેની ફરજ બજાવી છે.  આ પુત્રીનાં પિતાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયમાં ર૦ વર્ષથી કોમ્પ્યુટર હેડ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમનાં સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર ગૌરવની લાગણી અનુભવે છે.  તાજેતરમાં ધો.૧૦નું પરિણામ જાહેર થતા જૂનાગઢની વિદ્યારાજ ગ્લોબલ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ક્રિષ્ના ગૌતમભાઈ ઠાકરે ૯૮.૬૪ પી.આર. મેળવી સ્કુલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેમજ વિદ્યારાજ ગ્લોબલ કલાસીસમાં બીજા ક્રમાંક મેળવ્યો છે. આમ સ્કુલ, કલાસીસ તેમજ ઠાકર પરિવાર ઉપરાંત સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં ફરજ બજાવતા ગૌતમભાઈ ઠાકરની પુત્રીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવારનું પણ ગૌરવ વધારેલ છે. ક્રિષ્ના ઠાકરને સફળતા વિષે પૂછતા તેમણે જણાવેલ હતું કે, તેણી દરરોજ ૭ થી ૮ કલાક વાંચન કરી રીવીઝન કરતી હતી અને તેમની મહેનત પાછળ માતા-પિતા, સ્કુલનાં શિક્ષક, સ્ટાફ અને ટયુશન કલાસીસનાં સંચાલક સ્ટાફનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. ભવિષ્યની કારર્કિદી વિષે પુછતાં ક્રિષ્નાએ કહયું હતું કે, ધો. ૧૧-૧રમાં બી ગ્રુપ રાખી મેડીકલ ક્ષેત્રે કારર્કિદી બનાવવાની મહેચ્છા ધરાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!