ફિનલેન્ડ દેશમાં બાળકને ૮ વર્ષે શાળામાં મુકવાનો નિયમ છે. અને ફિનલેન્ડનો આખી દુનિયામાં શિક્ષણમાં પ્રથમ નંબર આવે છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ‘ફિનલેન્ડ’ નામનાં દેશે જબરદસ્ત સફળતાઓ પ્રાપ્ત કરી છે. તે દેશનાં પ્રાથમિક શિક્ષણનાં અંશો ઉપર નજર કરીયે તો શાળાઓનો સમય ઃ ૯ઃ૦૦ થી રઃ૦૦, રિસેષનો કુલ સમય ઃ ૭પ મિનિટ, શિક્ષકનો શરૂઆતનો પગાર ઃ ૧,પ૭,૦૦૦ પ્રતિ માસ, દેશમાં કયાંય પણ ખાનગી શાળા નથી, સરેરાશ ૭ બાળક દીઠ એક શિક્ષક છે, એક પરિયડ પૂરો થઈ ગયા પછી બાળકોને ૧પ મિનિટ મુકતપણે રમવા દેવામાં આવે છે, ૭પ મિનિટનો પિરિયડ, એવા ત્રણ પિરિયડ આખા દિવસમાં હોય છે, પિરિયડ પુરો થયા બાદ શિક્ષકો બ્રેક માટે સ્ટાફ રૂમમાં બેસી શકે છે, ચા-કોફી લઈ શકે છે. ચર્ચાઓ કરી શકે છે, શિક્ષક અને બાળકો પૂરેપૂરા ફ્રેશ થયા બાદ જ પછીનો પિરિયડ શરૂ થાય, માત્ર શિક્ષણ સિવાય બીજુ ખાસ કશું કરવાનું હોતું નથી, તમામ શિક્ષકો માસ્ટર ડિગ્રી મેળવેલા હોય છે, ફિનલેન્ડનું પ્રાથમિક શિક્ષણ જગવિખ્યાત છે, નાના બાળકની સવારની અને બપોરની ઉંઘ ન બગડે એ રીતનો શાળા સમય છે, જેથી બાળકો હંમેશા ફ્રેશ હોય છે. ત્યારે ભારતનાં શિક્ષકોએ આ પ્રકારનું શિક્ષણ અપનાવવા જેવું છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારેએ પણ આ પ્રકારનાં નિયમો બનાવવા વિચારણા કરવી જાઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews