નરેડી ગામના પાટીયા પાસેથી કારમાંથી દેશી દારૂ ઝડપાયો

0

જૂનાગઢ જીલ્લાનાં બાંટવા તરફ જતાં રોડ ઉપર નરેડી ગામનાં પાટીયા પાસેથી એસેન્ટ કારમાંથી દેશી દારૂ લીટર-ર૦૦, મોબાઈલ ફોન, કાર સહિતનાં પ૪પ૦૦નાં મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર ગુજરાત રાજયનાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં રાજેશકુમાર અનંતરાય અને સ્ટાફે ગઈકાલે નરેડી ગામનાં પાટીયા નજીકથી એસેન્ટ કાર નં.જીજે ૧ એચડી ૯૮રપની તલાશી લેતાં દેશી પીવાનો દારૂ ભરેલ બાચકા નંગ-૭ કુલ દારૂ લીટર-ર૦૦ તથા એસેન્ટ કાર મળી રૂ.પ૪પ૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે ત્યારે આ બનાવ અંગે પોલીસે બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂ મોકલનાર સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!