જેઠ વદ અમાસને રવિવાર તા. ર૧-૬-ર૦ર૦ના દિવસે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ મિથુન રાશિમાં થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ભારત ઉપરાંત સંપુર્ણ એશિયા ખંડ, આફ્રિકા, દક્ષિણ યુરોપમાં પણ સૂર્યગ્રહણ દેખાશે. સૂર્યગ્રહણ સવારે ૯.પ૯થી ૧.ર૬ સુધી કુલ ૩ કલાક અને ર૭ મિનીટ સુધી ચાલશે. ગ્રહણનો પૂણ્યકાળ ગ્રહણ શરૂ થયાથી મોક્ષ સુધીનો રહેશે. ગ્રહણનો વેધ શનિવારે રાત્રે ૧૦ વાગ્યાથી જયારે વૃધ્ધો, બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે ગ્રહણનો વેધ રવિવારે સવારે ૪.૪પ મિનીટથી શરૂ થશે.
ગ્રહણનું રાશિફળ
મેષ ઃ શુભ ફળ મળે, પ્રગતિ થાય, મહેનતનું ફળ મળે.
વૃષ ઃ આર્થિક બાબતે સાવચેત રહેવું જરૂરી.
મિથુન ઃ માનસિક, શારિરીક પીડા રહે.
કર્ક ઃ આર્થિક ખર્ચામાં વધારો થાય.
સિંહ ઃ લાભ મળે, સારા કાર્યો થાય.
કન્યા ઃ વેપારમાં ધ્યાન આપવાથી સારૂં રહે.
તુલા ઃ ભાગ્યબળ વધે, ધાર્મિક પૂજાપાઠ કરવા.
વૃશ્ચિક ઃ અકસ્માતનો ભય રહે, વાહન ધીમે હંકારવું.
ધન ઃ ભાગીદારીમાં સાવચેત રહેવું.
મકર ઃ શત્રુઓ દૂર થાય.
કુંભ ઃ સંતાનોના અભ્યાસમાં ધ્યાન આપવું.
મીન ઃપારિવારીક ઝગડાથી દૂર રહેવું.
શુભફળ ઃ મેષ, સિંહ, કન્યા, મકર.
મિશ્રફળ ઃ વૃષભ, તુલા, ધન, કુંભ.
અશુભ ફળ ઃ મિથુન, કર્ક, વૃશ્ચિક, મીન.
ગ્રહણ દરમ્યાન દેવ પૂજન ઃ તર્પણ, શ્રાધ્ધ, જપ, હોમ અને ગ્રહણ પૂરૂં થયા બાદ દાન કરવું. ગ્રહણ દરમ્યાન કરેલા સાત્વિક મંત્ર, જપનું ફળ લાખ ગણું મળે છે. સૂર્યગ્રહણ કોરોના બિમારી માટે નિર્ણાયક રહેશે. તેની દવાની શોધ ગ્રહણ બાદ થાય તેવી પુરી શક્યતા રહેલી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews