કેશોદ નગરપાલિકામાં ચાલતી બેફામ કથિત ગેરરીતિનાં મામલે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કેશોદ કોંગ્રેસ દ્વારા ગેરરીતીનાં વિરોધમાં કેશોદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. કેશોદ રોડ રસ્તા સહિત થયેલ કથિત ગેરરીતીની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ચાલતી ગેરરીતિ પૈકી એક કથિત ગેરરીતિનો મુદ્દો એટલે કે ત્રણ મહિના પહેલા બનેલા તમામ રોડ રસ્તા તાજેતરમાં જ ચોમાસાના પહેલા વરસાદમાં તૂટવા લાગ્યા છે. નગરપાલિકા વિસ્તારમાં આવતા રોડ રસ્તા તૂટવા લાગતાં કોન્ટ્રાક્ટરો અને ભાજપની નગરપાલિકા દ્વારા ચાલતી સરકારે કરેલ ગેરરીતિ સામે આવ્યાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેશોદમાં ચાલતી ગેરરીતિ રોડ રસ્તાના લેબ કરવામાં આવે તેમજ નગરપાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. આ મામલે કોંગ્રેસના પ્રમુખ સમીર પાંચાણીએ જણાવ્યુકે, કે કેશોદમાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવાના બદલે લાગતા-વળગતા વિસ્તારોમાં કેમ બનાવવામાં આવ્યા છે ? અને જે વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તે રસ્તાઓ તદ્દન તૂટવા લાગ્યા છે. નગરપાલિકાની ગેરરીતિ ઉપરાંત લોકોની પ્રાથમિક સુવિધા પ્રત્યે ઘોર બેદરકારી સામે ગઈકાલે કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેશોદમાં તમામ રોડ રસ્તા ગેરેન્ટી પિરિયડમાં આવતા હોવાથી ફરી વખત રીપેરીંગ કરી આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. અંતમાં જણાવ્યું કે આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ કોર્ટના દ્વાર સુધી લડત કરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews